સુરેશ ગોપીએ મંત્રી પદ છોડવાની વાત ખોટી ગણાવી:ગઈકાલે જ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા; કેરળમાંથી ભાજપના પ્રથમ સાંસદ
મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં રાજ્યકક્ષાના મંત્રી બનેલા સુરેશ ગોપીએ તેમના મંત્રી પદ છોડવાના સમાચારોને ખોટા ગણાવ્યા છે. સુરેશે સોશિયલ મીડિયા X પર લખ્યું, કેટલાક મીડિયા પ્લેટફોર્મ ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે કે હું મોદી સરકારની કેબિનેટમાંથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. આ સંપૂર્ણપણે ખોટું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમે કેરળના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ. હકીકતમાં, એક મલયાલમ ટીવી ચેનલે ગોપીને ટાંકીને દાવો કર્યો હતો કે, તે મંત્રી બનવા માંગતો નથી અને સાંસદ તરીકે કામ કરશે. હકીકતમાં, લોકસભાની ચૂંટણી જીત્યા બાદ અભિનેતામાંથી રાજનેતા બનેલા ગોપીએ કહ્યું હતું કે, તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી નહીં છોડે કારણ કે અભિનય તેનો શોખ છે. તેની પાસે પહેલાથી જ કેટલાક ફિલ્મ પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે. ગોપી કેરળના પ્રથમ બીજેપી સાંસદ છે. તેઓ થ્રિસુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને CPIના સુનિલ કુમારને લગભગ 75 હજાર મતોથી હરાવ્યા હતા. કેરળના બે નેતાઓને મોદી કેબિનેટમાં સ્થાન મળ્યું છે
લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર દરમિયાન, અભિનેતામાંથી નેતા બનેલા સુરેશ ગોપીનો મુખ્ય ચૂંટણી મુદ્દો થ્રિશૂર માટે એક કેન્દ્રીય મંત્રી, મોદીની ગેરંટી હતી. ગોપી કેરળમાંથી ભાજપના બે ઉમેદવારોમાંથી એક હતા. અન્ય નેતા જ્યોર્જ કુરિયન છે, જેમને રાજ્ય મંત્રી તરીકે કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ જાન્યુઆરીમાં ગોપીની પુત્રીના લગ્નમાં હાજરી આપી હતી
સુરેશ ગોપીની દીકરી ભાગ્યા સુરેશના લગ્ન 17 જાન્યુઆરીએ બિઝનેસમેન શ્રેયસ મોહન સાથે થયા હતા. આ લગ્નમાં પીએમ નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. ત્યારે પીએમએ કેરળના પરંપરાગત પોશાક– મુંડુ અને વેષ્ટી પહેર્યાં હતાં. જેની તસવીરો પણ સામે આવી હતી. PM મોદીએ ભાગ્ય સુરેશ અને શ્રેયસ મોહનનાં લગ્નમાં લગભગ 25 મિનિટ વિતાવી હતી. PMએ ગુરુવાયુર મંદિરમાં લગ્ન કરી રહેલાં અન્ય યુગલોને પણ આશીર્વાદ આપ્યા હતા. તેમણે નવા પરિણીત યુગલોને ભેટ પણ આપી હતી. આ લગ્નમાં સાઉથ ઈન્ડસ્ટ્રીના કલાકારો મામૂટી, મોહનલાલ, દિલીપ અને બીજુ મેનન પોતપોતાના પરિવાર સાથે જોવા મળ્યા હતા. ગોપી 2019 લોકસભા, 2021 વિધાનસભા હારી ગયા હતા; 2024માં જીતી મળી
વર્ષ 2019માં સુરેશ ગોપી થ્રિશૂરથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ગોપીને 2024ની લોકસભાની ચૂંટણીમાં પહેલી જીત મળી હતી. તેમણે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના ઉમેદવાર સુનીલ કુમારને હરાવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ મુરલીધરન આ બેઠક પરથી ત્રીજા ક્રમે છે. સુરેશ ગોપી પાસે 12 કરોડ રૂપિયાની સંપત્તિ, આઠ કાર, 1025 ગ્રામ સોનું
સુરેશ ગોપીએ ચૂંટણી એફિડેવિટમાં જણાવ્યું છે કે તેમની પાસે 12 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે આઠ કાર અને 1025 ગ્રામ સોનું પણ છે. એફિડેવિટ અનુસાર, અભિનેતાની સ્થાવર સંપત્તિ હાલમાં રૂ. 8.5 કરોડની છે, જેમાં બે ખેતીની જમીન અને સાત મકાનોનો સમાવેશ થાય છે. સુરેશ ગોપીએ 250થી વધુ ફિલ્મોમાં કામ કર્યું
સુરેશે 1965માં બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દીમાં લગભગ 250 ફિલ્મોમાં કામ કર્યું છે. 1992થી 1995 સુધી તેમને સુપરસ્ટારનો ખિતાબ મળ્યો હતો. 1998માં, તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને કેરળ રાજ્ય પુરસ્કાર મળ્યો. તેઓ ભાજપના રાજ્યસભા સાંસદ પણ રહી ચૂક્યા છે. મહિલા પત્રકાર સાથે ગેરવર્તન કરવાના કેસમાં ફસાયા હતા
સુરેશ ગોપી વિવાદોને કારણે પણ ચર્ચામાં આવ્યા છે. મહિલા પત્રકાર સાથે ગેરવર્તન કેસમાં સુરેશ ગોપીનું નામ સામે આવ્યું હતું. આ મામલાને લગતો એક વીડિયો પણ વાઇરલ થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.