સુરત: કતારગામ અને વરાછાના બે પ્લોટ પણ ફૂડ લાયસન્સ વિના રીન્યુ કરી દેવાશે - At This Time

સુરત: કતારગામ અને વરાછાના બે પ્લોટ પણ ફૂડ લાયસન્સ વિના રીન્યુ કરી દેવાશે


- અડાજણનો પાર્ટી પ્લોટ ફૂડ લાયસન્સ વિના ફાળવી દેવાયો હતોપ્રતિનિધિ દ્વારા, સુરત, રવિવારસુરત મ્યુનિ.ના ચાલતા દલાતરવાડી જેવા શાસનમાં ભાજપના નેતા ભાજપના જ કાર્યકરોને પ્લોટને નજીવું ભાડું વસૂલીને  ખેરાત કરી રહ્યાં છે. નીતિ નિયમોને નેવે મુકી અડાજણનો પાર્ટી પ્લોટ ફૂડ લાયસન્સ વિના જ રિન્યુ કરી દેવાયો હતો તેવી જ રીતે હવે કતારગામ અને વરાછાના બે પ્લોટને પણ ફૂડ લાયસન્સ વિના જ રીન્યુ કરવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે. પાલિકાના એક પદાધિકારીઓની ભલામણ હોય ફૂડ લાયસન્સ ન હોવા છતાં  આ બંને પ્લોટ પણ આપી દેવા  માટેની તૈયારી થઈ ગઈ છે. સુરત મ્યુનિ.ના અડાજણ વિસ્તારમાં  ટીપી સ્કીમ નંબર 31 માં એક ખુલ્લા પ્લોટ ને ફૂડ કોર્ટ તરીકે ભાજપના જ વોર્ડ પ્રમુખ ને આપી દેવામાં આવ્યો હતો.  છ માસ સુધી ફૂડ લાયસન્સ વિના ફુડ કોર્ટ ચાલ્યા  બાદ રાજકીય દબાણ થી આ પ્લોટને વધુ છ માસ માટે રીન્યુ પણ કરી દેવામાં આવ્યો છે. ભાજપ શાસકોએ પાછલા બારણે આ પ્લોટ રીન્યુ કરી દીધા બાદ હવે વરાછા અને કતારગામ ઝોનમાં વધુ બે પ્લોટના કરાર રિન્યુ કરવા માટે કવાયત થઈ રહી છે.સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નંબર 27 (ઉત્રાણ- કોસાડ ) માં ફાઈનલ પ્લોટ નંબર 198 મા 27.5 ચો.મી અને વરાછા બી ઝોન માં ટીપી સ્કીમ નંબર 24 ( મોટા વરાછા, ઉત્રાણ)માં આવેલો   પ્લોટ નંબર 208 જેનું ક્ષેત્રફળ 2417 ચો.મી છે તેને સ્થાયી સમિતિએ જાન્યુઆરી 2021 માં 75 પૈસાના ભાડાથી સીઝનેબલ ચીજ વસ્તુના વેચાણ માટે  છ માસ માટે ફાળવી દેવાયો છે. પાલિકાના ડેપ્યુટી મેયરની ભલામણ બાદ આ પ્લોટ દાતાર કન્સલન્ટસીને આપી દેવામાં આવ્યો હોવાનું કહેવાઈ  રહ્યું છે. આ પ્લોટમાં સિઝનેબલ ચીજ વસ્તુને બદલે ફૂડ કોર્ટ શરૂ કરી દેવાયું છે. અડાજણ પ્લોટ ની જેમ આ પ્લોટમાં પણ ફૂડ લાયસન્સ આપવામાં આવ્યું નથી. સ્થાયી સમિતિએ નિયમોને નેવે મુકીને પ્લોટ આપી દીધો અને આરોગ્ય વિભાગે ફૂડ લાયસન્સ ન હોવા છતાં છ માસથી ફૂડ કોર્ટ ચાલતી દીધું હતું. હવે વધારાના છ માસ માટે અરજી કરવામાં આવી છે અને પદાધિકારીની ભલામણ હોય દબાણથી આ પ્લોટને ફરીથી ફુડ કોર્ટ માટે  ભાડે  આપવા માટે તૈયારી થઈ રહી છે. ભાજપ શાસકો ફાવે તેમ પ્લોટ ની લ્હાણી કરી રહ્યાં છે પરંતુ પાલિકાના વિરોધ પક્ષ આ મુદ્દે એક પણ વાર વિરોધ કરતો ન હોવાથી તેમની ભૂમિકા સામે પણ લોકોમાં શંકા થઈ રહી છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.