આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુનિક 'વર્લ્ડ રેકોર્ડ'માં સુરતનું નામ નોંધાયું - At This Time

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુનિક ‘વર્લ્ડ રેકોર્ડ’માં સુરતનું નામ નોંધાયું


સુરત,તા.13 ઓગષ્ટ 2022,શનિવારઆઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જ્યારે આખા દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં જોતરાઈ ગયું છે ત્યારે સુરતમાં એક અનોખો રેકોર્ડ બન્યો છે જેમાં સુરત શહેરના સીટી લાઈટ વિસ્તારમાં આવેલ નંદુબા ઇંગલિશ એકેડેમી સ્કૂલમાં 75 બાળકોઓએ દેશને આઝાદી અપાવનારા મહત્વની ભૂમિકા ભજવનારા સ્વતંત્ર સેનાનીઓની વેશભૂષા ધારણ કરીને ભારત દેશનો નકશો બનાવવામાં આવ્યો હતો અને યોગ પણ કરવામાં આવ્યા હતા. તેની સાથે જ આ પ્રવૃત્તિ યુનિક વર્લ્ડ રેકોર્ડ માં નોંધાવા પામી છેનંદુબા ઇંગલિશ એકેડેમી સ્કૂલના આચાર્ય મોનિકા શર્મા કહ્યું કે' દેશભરમાં આઝાદીના 75 વર્ષની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમારી સ્કૂલ દ્વારા અલગ રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. જેમાં સ્કૂલના 75 બાળકોએ આઝાદીમાં મહત્વની ભૂમિકા અપાવનારા ક્રાંતિકારીઓની વેશભૂષા ધારણ કરીને ભારત દેશનો નકશો બનાવી સાથે યોગ કરીને યુનિક વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.