સુરતના ઇચ્છાપોરની યુરો ઈન્ડીયા ફ્રેશ ફુડ કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી
- ગેસ લિકેજને પગલે બ્લાસ્ટ થયો, ત્રણ કર્મચારી દાઝી ગયા જયારે બે ઇજાગ્રસ્તસુરત,તા. 03 ઓગષ્ટ 2022, બુધવારસુરતના હજીરા રોડ સ્થિત ઇચ્છાપોર જીઆઇડીસીમાં આવેલી યુરો ઈન્ડીયા ફ્રેશ ફુડ લીમીટેડની ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરીમાં ગેસ લિકેજને પગલે બ્લાસ્ટ થતા ત્રણ કર્મચારી દાઝી ગયા હતા. જયારે બે ને સામાન્ય ઇજા થઇ હતી. ઇચ્છાપોર જીઆઇડીસીમાં આવેલી યુરો ઈન્ડીયા ફ્રેશ ફુડ લીમીટેડની ક્વોલિટી કંટ્રોલ લેબોરેટરીમાં ગેસ લિકેજને પગલે વહેલી સવારે બ્લાસ્ટ થતા આગ લાગી હતી. બ્લાસ્ટને કારણે સ્થાનિક વિસ્તાર ધણધણી ઉઠવાની સાથે કંપનીની ઓફિસની દિવાલોમાં તિરાડ પડવા સાથે કાચની બારીના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. ઘટનાની જાણ થતા અડાજણ અને પાલનપુર ફાયર સ્ટેશનની ટીમ તુરંત જ ઘસી જઇ એકાદ કલાકની જહેમત બાદ સ્થિતી પર કાબૂ મેળવ્યો હતો. બ્લાસ્ટ બાદ લાગેલી આગમાં ત્રણ કર્મચારી દાઝી ગયા હતા જયારે બે ને સામાન્ય ઇજા થઇ હતી. દાઝી જનાર અને ઇજાગ્રસ્ત કર્મચારી શિવ પ્રસાદ રામેશ્વર ઠુમર, અંકિત યશવંત વળવી,સાજન રાયસીંગ વળવી,વિપુલ ક્રિષ્ણા વળવી પાર્થ હસમુખ પટેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.