સુરત જિલ્લામાં 36 કલાકમાં જુન મહિના જેટલો 6.94 ઇંચ વરસાદ પડી ગયો
- દિવસના 12 કલાકમાં માંડવીમાં 4.5 ઇંચ, ઉમરપાડા,
મહુવામાં 4 ઇંચ વરસાદઃ સુરત જિલ્લાનો મોસમનો કુલ વરસાદ 32.56 ઇંચ સુરતસુરત
જિલ્લામાં વરસાદનું આજે પણ યથાવત રહેતા દિવસના ૧૨ કલાકમાં તમામ તાલુકા અને સુરત શહેરમાં
મેઘરાજાની અવિરતપણે બેટિગ ચાલુ જ રહી હતી. આ વરસાદમાં સોમવારે સવારે છ વાગ્યા થી લઇને
આજે મંગળવારે સાંજે છ વાગ્યા સુધીના ૩૬ કલાકમાં સુરત જિલ્લાનો કુલ ૧૭૩૫ મિ.મિ અને સરેરાશ
૬.૯૪ ઇંચ વરસાદી પાણી પડયુ હતુ. ફલંડ
કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ સુરત જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે સતત મેઘરાજા
વરસી રહ્યા છે. જેમાં સોમવારે અણનમ બેટીંગ કર્યા બાદ આજે દિવસના પણ ધુંઆધાર બેટિગ
ચાલુ જ રહી હતી. આજે મંગળવારે સવારે છ વાગ્યા થી લઇને સાંજ છ વાગ્યા સુધી ૧૨
કલાકમાં માંડવી તાલુકામાં ૪.૫ ઇંચ, ઉમરપાડા અને મહુવામાં
૪ ઇંચ સહિત તમામ તાલુકા અને સુરત શહેરમાં દોઢ ઇંચ થી લઇને બે ઇંચ સુધીનો વરસાદ
નોંધાયો છે. રેડ એલર્ટ વચ્ચે વરસાદના આંકડા જોઇએ તો સોમવારે સવારે છ વાગ્યાથી
મંગળવારે સવારે છ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં કુલ ૧૧૫૭ મિ.મિ અને આજે દિવસના ૧૨
કલાકમાં ૫૭૮ મળીને ૩૬ કલાકમાં કુલ ૧૭૩૫ મિ.મિ ( ૬૯.૪ ઇંચ ) વરસાદ અને સરેરાશ ૬.૯૪
ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ જુલાઇ મહિનાનો વરસાદ ૩૬ કલાકમાં જ વરસ્યો હતો. આ
વરસાદમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં ૨૧ ઇંચ નોંધાયો છે. જેમાં ૨૪ કલાકમાં ૧૭ ઇંચ
અને આજે દિવસના ૪ ઇંચ થયો છે. જયારે માંગરોળમાં ૨૪ કલાકમાં ૮ ઇંચ અને આજે દિવસના
બે ઇંચ મળીને દસ ઇંચ વરસાદી પાણી પડયુ છે. જયારે મહુવા તાલુકામાં ૨૪ કલાકમાં ચાર
અને આજે દિવસના ચાર મળીને કુલ આઠ ઇંચ વરસાદ વરસ્યો છે.
આજના
વરસાદની સાથે જ સુરત જિલ્લાનો મૌસમનો કુલ વરસાદ ૮૧૪૨ મિ.મિ અને સરેરાશ ૩૨.૫૬ ઇંચ
થયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા તાલુકામાં ૫૬.૦૮ ઇંચ અને સૌથી ઓછો વરસાદ
માંડવી તાલુકામાં ૨૩.૫૨ ઇંચ વરસ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.