રાજકોટ ૧૦૮ સેવા સગભૉ માતા અને નવજાત શિશુ માટે આશીર્વાદ રૂપ - At This Time

રાજકોટ ૧૦૮ સેવા સગભૉ માતા અને નવજાત શિશુ માટે આશીર્વાદ રૂપ


વિંછીયા તાલુકાના સરતાનપર ગામની વાડી વિસ્તારમાં પરપ્રાંતિય સગભૉ માતા ૨૦ વર્ષીય પાયલબેનને પસૂતીનો દુઃખાવો થતાં વાડી માલિક રાજાભાઈ એ ૧૦૮ ને કોલ કરેલ તત્કલિક પરિસ્થિતિને અનુરૂપ નજીકની ૧૦૮ ઘેલા સોમનાથની ટીમ સગભૉ માતા સુધી પહોંચવા માટે નીકળી ઘેલા સોમનાથ ૧૦૮ ની ટીમ ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ઈન્દ્રજીત ડાંગર અને પાયલોટ મનસુખભાઇ મેણીયાને જાણ થતાજ ગણતરીની મિનિટોમાં સરતાનપર પહોંચી ગયા હતા સગર્ભા માતા વાડી વિસ્તારમાં હોવાની માહિતી પ્રાપ્ત કરી સ્થળ ઉપર તપાસ કરી અને ત્વરીત સગભૉ માતાને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ રસ્તામાં ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન ઈન્દ્રજીત એ તપાસ કરતાં માલુમ પડ્યું કે એમ્બ્યુલન્સમાં જ આ મહિલાને રસ્તામા જ પ્રસૂતિ કરાવવી પડશે તેથી વાડી વિસ્તારમાંના રસ્તામાં એમ્બ્યુલન્સ ઊભી રાખી ૧૦૮ વડી કચેરીએ ડોક્ટર ભાવિક સાથે ટેલીફોનીક મદદ મેળવી અને ડોક્ટર સાથે પરપસ્થ કરી સફળતા પૂર્વક નોર્મલ પ્રસુતિ કરાવી અને નવજાત શિશુને જન્મતા સમયે હદયના ધબકાર બંધ હતા અને બાળક રડ્યું નહોતું,તરતજ નવજાત શિશુને કુત્રિમ શ્વાસ અને કાર્ડિયો પલ્મોનરી રિસસીટેશન આપીને ૨/૫ મિનિટને ભારે જહમત કરીને નવજાત શિશુને હ્દય ધબકારા અનિયમિત જોવામાં મળ્યા તરત ફરી ડૉક્ટર સાથે ટેલિફોનીક વાતચીત કરી જરૂરી ઇજેકશન,દવાઓ, નવજાત શિશુને જરૂરી ગરમી આપી અને હ્દય ધબકારા સામન્ય થયા હતા અને અમૂલ્ય જીવ બચાવવામાં આવ્યો હતો આમ ફરી એક વખત ૧૦૮ એમ્બ્યુલન્સ જીવાદોરી બની છે સગર્ભા માતાના પરીવારજન ૧૦૮ સેવાનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો વધુ સારવાર અર્થે આ મહિલાને સામૂહિક આરોગ્ય કેન્દ્ર વિંછીયા લઈ જવાયા હતા જ્યાં હાજર તબિબ એ પણ ૧૦૮ સેવા ઘેલા સોમનાથની કર્મચારી ઓનો શ્રેષ્ઠ કામગીરી બિરદાવી હતી અને નવ જીવન આપવામાં માટે પ્રસંશા કરી હતી અને સગભૉ માતા અને નવજાત શિશુની બાકીની સારવાર આપી હતી,હાલ બાળક અને માતા બન્ને સંપુર્ણપણે સ્વસ્થ છે
આ રીતે રાજકોટ જિલ્લા ૧૦૮ સેવા જિલ્લાની કોઈપણ પરિસ્થિતિમાં લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે, માતા મુત્યા દર અને નવજાત શિશુ મૂત્યા દર ઘટાડવામાં સિંહફાળો આપે છે


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.