કોર્ટની અવગણના મામલે સુપ્રીમ કોર્ટ 11 જુલાઈના રોજ ભાગેડુ વિજય માલ્યાને સંભળાવશે સજા
- માલ્યા પર તેની કિંગફિશર એરલાઈન સાથે સબંધિત રૂ. 9,000 કરોડના બેંક લોન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે અને તેને કોર્ટની અવગણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતોનવી દિલ્હી, તા. 10 જુલાઈ 2022, રવિવાર9,000 કરોડથી વધુની બેંક છેતરપિંડીનો આરોપી ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા વિરુદ્ધ કોર્ટની અવગણના કેસમાં સજાની મુદત પર સુપ્રીમ કોર્ટ 11 જુલાઈએ પોતાનો ચુકાદો સંભળાવશે. માલ્યા પર તેની કિંગફિશર એરલાઈન સાથે સબંધિત રૂ. 9,000 કરોડના બેંક લોન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે અને તેને કોર્ટના અવગણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. અદાલતે તેને અદાલતના આદેશોનો અવગણના કરીને તેના બાળકોના ખાતામાં 4 કરોડ ડોલર મોકલવા બદલ અવગણ માટે દોષિત ઠેરવ્યો હતો. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવેલી 11 જુલાઈની વાદ યાદી પ્રમાણે જસ્ટિસ યુયુ લલિતની આગેવાની હેઠળની બેંચ આ આદેશ સંભળાવશે. જસ્ટિસ લલિત, જસ્ટિસ એસ.રવીન્દ્ર ભટ અને જસ્ટિસ પી.એસ નરસિમ્હાની બેન્ચે અવગણના કાયદાના અલગ-અલગ પહેલુઓ પર વરિષ્ઠ વકીલ અને ન્યાય મિત્ર જયદીપ ગુપ્તાની દલીલો સાંભળ્યા બાદ આરોપીને આપવામાં આવતી સજાના સમયને નક્કી કરવા સબંધી પોતાનો નિર્ણય 10 માર્ચના રોજ સુરક્ષિત રાખવામાં આવ્યો હતો અને ટિપ્પણી કરવામાં આવી હતી કે, વિજય માલ્યા સામે સુનાવણીમાં હવે કોઈ પ્રગતિ નહીં થઈ શકે. સુપ્રીમ કોર્ટની બેંચે અગાઉ વિજય માલ્યાનું પ્રતિનિધિત્વ કરતા વકીલને આ મામલે 15 માર્ચ સુધી લેખિત દલીલો રજૂ કરવાની મંજૂરી આપી હતી. વિજય માલ્યાના વકીલે 10 માર્ચે કહ્યું હતું કે તેમના યુકે સ્થિત ક્લાયન્ટ તરફથી કોઈ સૂચના મળી ન હોવાથી તેઓ અવગણનાના કેસમાં સજાની મુદત અંગે તેમનો (માલ્યાનો) પક્ષ રજૂ કરવામાં અસહાય હતા. બેંચે કહ્યું કે, અમને કહેવામાં આવ્યું છે કે, યુકેમાં માલ્યા વિરુદ્ધ કેટલાક કેસ ચાલી રહ્યા છે.વકીલે કહ્યું કે, અમને નથી ખબર કે, કેટલા કેસ પેન્ડિંગ છે. મુદ્દો એ છે કે, જ્યાં સુધી અમારા ન્યાયિક અધિકાર ક્ષેત્રનો પ્રશ્ન છે તો અમે ક્યાં સુધી આમ ચલાવીશું. સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને આપવામાં આવેલા લાંબા સમયને ટાંકીને સુનાવણીની તારીખ 10 ફેબ્રુઆરી નક્કી કરી હતી અને ભાગેડુ ઉદ્યોગપતિને રૂબરૂ અથવા તેના વકીલ મારફતે હાજર રહેવાની છેલ્લી તક આપવામાં આવી હતી. વિજય માલ્યાને 2017માં કોર્ટની અવગણના માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 2020માં માલ્યા દ્વારા 2017 ના ચુકાદા પર પુનર્વિચાર કરવા માટે દાખલ કરેલી રિવિઝન અરજીને ફગાવી દીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.