સુપ્રીમ કોર્ટે 'Freebies' કેસને ફેરવિચારણા માટે 3 જજની બેન્ચ પાસે મોકલ્યો - At This Time

સુપ્રીમ કોર્ટે ‘Freebies’ કેસને ફેરવિચારણા માટે 3 જજની બેન્ચ પાસે મોકલ્યો


- 2013ના સુબ્રમણ્યમ બાલાજીના નિર્ણયની સમીક્ષા કરવા જણાવ્યું, 2 સપ્તાહ બાદ સુનાવણી થશેનવી દિલ્હી, તા. 26 ઓગષ્ટ 2022, શુક્રવારસુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન આપવામાં આવતા મફતની સુવિધાઓના વચનનો મુદ્દો ફેરવિચારણા માટે 3 જજની બેન્ચ પાસે મોકલી આપ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, એ વાતને નકારી ન શકાય કે, ચૂંટણીલક્ષી લોકશાહીમાં અસલી તાકાત મતદારો પાસે હોય છે. મતદાતાઓ જ પાર્ટીઓ અને ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય લે છે.  સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ મામલે નિષ્ણાતોની કમિટી રચવામાં આવે તે યોગ્ય રહેશે. પરંતુ તે પહેલા અનેક સવાલો પર વિચારણા થાય તે જરૂરી છે. 2013ના સુબ્રમણ્યમ બાલાજીના નિર્ણયની સમીક્ષા કરવામાં આવે તે જરૂરી છે. આ કેસ 3 જજની વિશેષ બેન્ચને સોંપવામાં આવે છે. આગામી 2 સપ્તાહ બાદ આ મામલે સુનાવણી થશે. આ પણ વાંચોઃ CJI એનવી રમણાના કાર્યકાળનો અંતિમ દિવસતે સિવાય સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ રાહત આપી છે. કોર્ટે 2007માં ઉશ્કેરણીજનક ભાષણ આપવાના આરોપ મામલે કેસ ચલાવવા મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે. રાજ્ય સરકારે મે 2017માં એવા આધાર પર મંજૂરી આપવાનો ઈનકાર કર્યો હતો કે, કેસના પુરાવા પૂરતા નથી. 2018માં અલ્હાબાદ હાઈકોર્ટે પણ તેને યોગ્ય ઠેરવ્યું હતું. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ચૂંટણીલક્ષી લોકશાહીમાં અસલી તાકાત મતદારો પાસે હોય છે. મતદારો જ પાર્ટીઓ અને ઉમેદવારો માટે નિર્ણય લે છે. 
આ પણ વાંચોઃ ગરીબ લોકો માટે નિઃશુલ્ક યોજનાઓ અનિવાર્ય : ફ્રી બીઝ અંગે સુપ્રીમે કહ્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.