SCએ કહ્યું- ખાસ જાતિના કેદીઓ પાસે ગટર સાફ કરાવવી ખોટું:રાજ્યમાં જ્ઞાતિના આધારે ભેદભાવ વધારતા નિયમો દૂર કરવા જણાવ્યું, પોલીસને કાર્યવાહી કરવાનો આદેશ - At This Time

SCએ કહ્યું- ખાસ જાતિના કેદીઓ પાસે ગટર સાફ કરાવવી ખોટું:રાજ્યમાં જ્ઞાતિના આધારે ભેદભાવ વધારતા નિયમો દૂર કરવા જણાવ્યું, પોલીસને કાર્યવાહી કરવાનો આદેશ


સુપ્રીમ કોર્ટે જેલ મેન્યુઅલમાંથી જ્ઞાતિ ભેદભાવ વધારતા નિયમોને દૂર કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કેટલાંક રાજ્યોને જાતિના આધારે જેલમાં કામની વહેંચણી ન કરવાનો નિર્દેશ આપ્યો છે. જાતિના આધારે જેલમાં કામની વહેંચણીને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે ગુરુવારે આદેશમાં કહ્યું હતું કે આ બાબતોને મંજૂરી આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે આદેશમાં એમ પણ કહ્યું હતું કે કોઈ ચોક્કસ જાતિના કેદીઓ પાસે ગટરની ટાંકી સાફ કરાવવી ખોટું છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને 3 મહિનાની અંદર જેલ મેન્યુઅલમાં જાતિ ભેદભાવ વધારવાના નિયમોમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. PILમાં કહ્યું - 17 રાજ્યની જેલોમાં કેદીઓ સાથે ભેદભાવ
હકીકતમાં આ મામલો પત્રકાર સુકન્યા શાંતાએ ઉઠાવ્યો હતો. તેમણે ડિસેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરી અને દલીલ કરી કે દેશનાં લગભગ 17 રાજ્યની જેલોમાં બંધ કેદીઓ સાથે જાતિ આધારિત ભેદભાવ થઈ રહ્યો છે. આ અંગે પહેલી સુનાવણી જાન્યુઆરી 2024માં થઈ હતી. કોર્ટે 17 રાજ્યને નોટિસ મોકલી તેમનો જવાબ માગ્યો છે. છ મહિનાની અંદર માત્ર ઉત્તરપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળે જ કોર્ટમાં પોતાનો જવાબ દાખલ કર્યો. પિટિશનર સુકન્યા શાંતા માનવ અધિકાર કાયદા અને સામાજિક ન્યાય સંબંધિત મુદ્દાઓ પર લખે છે. પોતાના સમાચારથી તેમણે જેલમાં જાતિ ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. 2020માં આ મુદ્દે એક રિસર્ચ રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભારતના 17 રાજ્યમાં કેદીઓને તેમની જાતિના આધારે કામની વહેંચણી કરવામાં આવે છે. સુકન્યાનો આ અહેવાલ 'ધ વાયર' પર પ્રકાશિત થયો હતો. અરજદારે તેમના રિપોર્ટમાં 3 મુખ્ય રાજ્યનું ઉદાહરણ આપ્યું... ડિસેમ્બર 2023માં આ મામલે અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે 10 મહિનામાં સુનાવણી પૂરી કરી. 10 જુલાઈના રોજ છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે ઉત્તરપ્રદેશ જેલ નિયમોની કેટલીક જોગવાઈઓ પણ કોર્ટમાં વાંચી હતી. આ પછી ઉત્તરપ્રદેશ સરકારે દલીલ કરી હતી કે અમારી જેલોમાં કોઈ જાતિ ભેદભાવ નથી, પરંતુ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે જેલના નિયમો વાંચ્યા અને ઉત્તરપ્રદેશ સરકારને ઠપકો આપ્યો. નિયમ 158 મેન્યુઅલ સ્કેવેન્જિંગની ફરજ (જવાબદારી)નો ઉલ્લેખ કરે છે. મેન્યુઅલ સ્કેવેન્જિંગની આ ફરજ (જવાબદારી) શું છે? તેમાં જાતે સફાઈ કામદારોની જાતિ કેમ લખાઈ છે? તેનો અર્થ શું છે? - ડીવાય ચંદ્રચૂડ, CJI આ પછી CJIની અધ્યક્ષતાવાળી બેન્ચે પશ્ચિમ બંગાળના વકીલોને જેલના નિયમો પણ વાંચવા કહ્યું. ત્યાં પણ જેલના નિયમોમાં સફાઈકર્મચારી કોણ હોવો જોઈએ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વાંચીને બેન્ચે પૂછ્યું કે શું તમને આમાં કોઈ સમસ્યા દેખાતી નથી? સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જેલના આ નિયમો ખૂબ જ પીડાદાયક છે. હવે જાણો કેન્દ્ર સરકારનું સ્ટેન્ડ ગૃહ મંત્રાલયે ફેબ્રુઆરીમાં જાહેર કરી નોટિસ, કહ્યું- ભેદભાવ ગેરકાયદે
કેન્દ્ર સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. એમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે કેટલાંક રાજ્યોના જેલ મેન્યુઅલ કેદીઓને જાતિ અને ધર્મના આધારે વહેંચે છે અને તેમને સમાન આધાર પર કામ સોંપે છે. જાતિ, ધર્મ, જાતિ, જન્મસ્થળના આધારે ભેદભાવ છે. ભારતના બંધારણ હેઠળ આ ગેરકાયદે છે. એમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ખાતરી કરવી જોઈએ કે તેમના રાજ્યના જેલના નિયમોમાં કોઈપણ પ્રકારની ભેદભાવપૂર્ણ જોગવાઈઓ નથી. આ સમાચાર પણ વાંચો... વકીલે Ya...Ya...Ya...કહ્યું તો CJI ભડક્યા: કહ્યું- Yes કહો, આ કોર્ટ છે, કોઈ કોફી શોપ નથી; ઠપકો સાંભળીને વકીલ મરાઠી બોલવા લાગ્યો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ સોમવારે એક સુનાવણી દરમિયાન વકીલના અંગ્રેજીમાં 'ya..ya..' કહેવા પર નારાજ થઈ ગયા. તેમણે વકીલને ઠપકો આપતાં કહ્યું- આ કોઈ કોફી શોપ નથી. આ 'ya..ya..' શું છે. મને આનાથી ખૂબ જ એલર્જી છે. આની મંજૂરી આપી શકાય નહીં. તમે YES બોલો. સંપૂર્ણ સમાચાર વાંચો...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.