ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવની કામગીરી થતાં સુરતમાં રવિવારી બજાર બંધ રહેશે - At This Time

ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવની કામગીરી થતાં સુરતમાં રવિવારી બજાર બંધ રહેશે


- 28 ઓગસ્ટ અને 4 સપ્ટેમ્બરના રોજ ડક્કા ઓવારા સહિત અન્ય જગ્યાએ રવિવારી હાટ બંધ માટે જાહેરનામુંસુરત,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારસુરતમાં આગામી દિવસોમાં ગણેશ ઉત્સવને ધ્યાને લઈને પાલિકાએ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવની કામગીરી શરૂ કરતાં સેન્ટ્રલ ઝોનમાં રવિવારી બજાર ભરાય છે તે બજાર બે રવિવાર થશે નહીં તે માટે પાલિકાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે.તાપી નદીમાં શ્રીજીની પ્રતિમા પર વિસર્જન પર પ્રતિબંધ હોવાથી પાલિકાએ 9 ઝોનમાં 18 કૃત્રિમ તળાવ બનાવવા માટેની કામગીરી શરૂ કરી છે. જેમાથી સેન્ટ્રલ ઝોનમાં તાપી નદી કિનારે ડક્કા ઓવારા પર કૃત્રિમ તળાવ બનાવવા માટે આયોજન કરાયું છે. ગણેશ ઉત્સવમાં લોકો દોઢ દિવસ, પાંચ દિવસ અને દસ દિવસ ગણેશજીની સ્થાપના કરતા હોય ત્યાર બાદ વિસર્જન માટે શ્રદ્ધાળુઓ કૃત્રિમ તળાવમાં જાય છે.ડક્કા ઓવારા ખાતે કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે જેના કારણે 28 ઓગસ્ટ અને 4 સપ્ટેમ્બરના રવિવારે કૃત્રિમ તળાવ બનાવવાની તથા વિસર્જન ની કામગીરી થવાની હોય આ બે રવિવારે રવિવારી બજાર નહીં ભરાય તે માટે પાલિકાએ જાહેરનામું બહાર પાડ્યું છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.