હારની ભવિષ્યવાણી:સુનકનો વહેલી ચૂંટણીનો જુગાર ઊંધો પડી રહ્યો છે, હવે પાર્ટીની હાર નિશ્ચિત - At This Time

હારની ભવિષ્યવાણી:સુનકનો વહેલી ચૂંટણીનો જુગાર ઊંધો પડી રહ્યો છે, હવે પાર્ટીની હાર નિશ્ચિત


બ્રિટનમાં ભારતીય મૂળના પીએમ ઋષિ સુનક અને તેમની કન્ઝર્વેટિવ પાર્ટીની હાર 4 જુલાઈએ મતદાન પહેલાં જ નિશ્ચિત માનવામાં આવે છે. દેશના મોટા ભાગના ચૂંટણી સરવેમાં કન્ઝર્વેટિવ પાર્ટીની હારની ભવિષ્યવાણી કરાઈ છે. ધ ઈકોનોમિસ્ટના સરવેમાં સુનકને મહત્તમ 117 સીટો મળે તેવી આશા વ્યક્ત કરાઈ હતી, જ્યારે સાવંતા સરવેમાં દાવો કરવામાં આવ્યો છે કે કન્ઝર્વેટિવ પાર્ટી માત્ર 53 સીટો સુધી સીમિત રહી શકે છે. હવે વહેલી ચૂંટણી કરાવવાના સુનકના દાવ પર સવાલો ઊઠી રહ્યા છે. જ્યારે તેઓ લોકપ્રિયતાના સંદર્ભમાં લેબર પાર્ટી કરતાં 20 પોઈન્ટ પાછળ હતા ત્યારે તેમણે શા માટે વહેલી ચૂંટણી જાહેર કરી? સુનક પાસે ચૂંટણી યોજવા માટે 6 મહિના બાકી હતા, જે લોકોના અભિપ્રાય બદલવા માટે પૂરતા છે. સ્ટારમરની લેબર પાર્ટીએ કહ્યું- સત્તામાં આવશે તો ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ
વિપક્ષી નેતા કીર સ્ટારમરની લેબર પાર્ટીના સાંસદ અને શેડો ફોરેન મિનિસ્ટર ડેવિડ લેમીએ કહ્યું છે કે જો અમે સત્તામાં આવીશું તો ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પ્રાથમિકતાના ધોરણે કામ કરીશું. સુનક 2010થી સત્તામાં છે. અત્યાર સુધીમાં ઘણી દિવાળીઓ વીતી ગઈ છે પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટીએ ભારત સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. અગાઉ, જ્યારે સુનક સરકાર ગ્રેજ્યુએટ વિઝા રૂટ બંધ કરવાની તૈયારી કરી રહી હતી ત્યારે સ્ટારમેરે વિરોધ કર્યો હતો, ત્યારબાદ સુનકે આ નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.