વાલીયા તાલુકા પંચાયત સામાન્ય સભામાં પ્રમુખ સહિત 13 સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારી પર ઠપકા ઠરાવ પ્રસાર કરતાં સમગ્ર વાલીયા તાલુકામાં ખળભળાટ - At This Time

વાલીયા તાલુકા પંચાયત સામાન્ય સભામાં પ્રમુખ સહિત 13 સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારી પર ઠપકા ઠરાવ પ્રસાર કરતાં સમગ્ર વાલીયા તાલુકામાં ખળભળાટ


ગુજરાત પેટન યોજના અંતર્ગત મનરેગા યોજના વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨,૨૦૨૩,૨૦૨૪,૨૦૨૫ સુધી સામયગાળ માં ગુજરાત પંચાયત ધારો ૧૯૯૩ ની કલમ૧૩૫ (૧) તાલુકા પંચાયત વાલિયા ને અધિનિયમ ની જોગવાઈ અનુસાર જેતે વર્ષમાં કાયદાની જોગવાઈ ફાળવવામાં આવેલી ગ્રાન્ટ થતી સઘળી રકમો બાબતે અધિનિયમ હેતુઓ સારું ફાળવવામાં આવેલ છે

વાલીયા તાલુકા વિસ્તારના રહેવાસીઓ ની સુખ સગવડ‌ માટે આયોજન કરવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી ને વાલીયા તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ તથા સભ્યો દ્વારા વિકાસના કામો માટેનુ આયોજન કરવામાં માટે ધ્યાન દોરવામાં આવ્યું હતું તેમ છતાં તાલુકા વિકાસ અધિકારી શ્રી ગુજરાત પંચાયત ધારા ૧૯૯૩ ની કલમ ૧૩૧ મુજબ તાલુકાના લોકોની સુવિધા સગવડ સલામતી આરોગ્ય શિક્ષણ અથવા સામાજિક આર્થિક સાંસ્કૃતિક કલ્યાણનો ઉત્કર્ષ થવાના સંભવ હોય તેવા કોઈપણ કાર્ય તજવીજ યોજનાઓ અંગે પ્રોજેક્ટના અમલ કરવા અંગે ની પ્રબંધ કરવાની જોગવાઈ હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી શ્રી વાલિયા એ વિકાસના કામોને જાણી જોઈને ઈરાદાપૂર્વક ટ્રાયબલ વિસ્તારના લોકોને લાભથી વંચિત રાખવામાં આવેલ છે અને વિકાસ રૂંધવાની કામગીરી કરવામાં આવેલ હોય અને તાલુકા વિકાસ અધિકારીશ્રીની અણ આવડતને કારણે ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત મળતી વર્ષ 2021 થી 2025 સુધીની એટલે કે સળંગ ચાર વરસ કુલ રકમ મળેલી રકમો તાલુકા પંચાયત વાલીયા સમાવિષ્ટ વિસ્તાર સ્થાનિક સાર્વજનિક હેતુઓ શરૂ કરવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે જેથી ગુજરાત પંચાયત ધારા 1993 ની કલમ ૧૩૭ (૧) ક અને ૨(થ)(ચ) (૧) અને ૩ મુજબ તાલુકા અધિકારી શ્રી વાલીયા સામે પંચાયત ધારા ની બીજી જોગવાઈઓ આગળ અંગેની ફરજો અને કાર્યો કરવામાં નિષ્ફળ ગયેલ હોવાથી તેઓની સામે ગતરોજ ની સભામાં સર્વાનુમતે ઠપકા ઠરાવ મંજુર કરવામાં આવ્યો અને જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને પણ જાણ કરવામાં આવી છે પ્રમુખ સહિત 13 સભ્યો દ્વારા વાલીયા તાલુકા વિકાસ અધિકારી પર ઠપકા ઠરાવ પ્રસાર થતાં ની સાથે જ સમગ્ર વાલીયા તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image