થરાદની સુજલામ સુફલામ કેનાલમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં કાંઠાના ખેડૂતોમાં ફફડાટ - At This Time

થરાદની સુજલામ સુફલામ કેનાલમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં કાંઠાના ખેડૂતોમાં ફફડાટ


થરાદ, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવારથરાદ તાલુકાના પૂર્વ ભાગે પસાર થતી સુજલામ સુફલામ કાચી નહેરમાં મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં હાલમાં કાચી નહેર બંને કાંઠે છલોછલ વહેવા લાગી છે. જેથી કાંઠે આવેલા ગામો તેમજ સીમ ખેતરોમાં વસવાટ કરતા ખેડૂત પરિવારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.તાલુકાના રાહ લખાપુરા ગામ નજીક સુજલામ સુફલામ કાચી નહેર તૂટવાની દહેશતને લઈને વહીવટી તંત્ર સ્થળ ઉપર પહોંચ્યું હતું. તેમજ કાચી નહેર તોડી વહોળો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોએ પોતાના ખેતરનો બંધ તોડવા માટે આનાકાની કરતાં તાલુકા વિકાસ અધિકારી તેમજ નહેર વિભાગ સહિત પોલીસે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠાં થવા પામ્યાં છે.સુજલામ સુફલામ કાચી નહેરમાં અચાનક ઓચિંતું છલોછલ પાણી આવતાં છેવાડે નુકશાન પહોંચાડે તેવી પરિસ્થિતિ સર્જાયા બાદ જો કે અંધેરે મે એક ઉજાલા સમાન થરાદ પ્રશાસનને જાણ કરતાં થરાદના નાયબ મામલતદાર વી એમ ગઢવી, આર પી. ગોહિલ અને તલાટી અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ કાચી કેનાલની વચ્ચે પાણી જવાની કામગીરી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જેસીબી વડે કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.