રાજસ્થાનના યુવકની હત્યાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને રજૂઆત - At This Time

રાજસ્થાનના યુવકની હત્યાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને રજૂઆત


વડોદરા,તા.30 જુન 2022,ગુરૂવારરાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયા નામના હિન્દુ યુવકની બે જેહાદી કટ્ટરવાદી તત્વો દ્વારા હત્યાના વિરોધમાં હત્યારાઓને સખત ફાંસીની સજાની માંગ સાથે આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.દેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુઓને જેહાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા તેઓની હત્યા કરવામાં આવી રહી છે. હત્યાઓ પાછળ પાકિસ્તાની કનેક્શન બહાર આવી રહ્યાં છે કાશ્મીરમાં હિન્દુઓની હત્યા હોય કે પછી કિશન ભરવાડની હત્યા, થોડા દિવસ અગાઉ રાજસ્થાનના કન્હૈયા નામના યુવકને હિન્દુ મહિલાના સમર્થન માટે 17જૂનના રોજ જેહાદી કટ્ટરવાદી તત્વો દ્વારા ધમકી આપવામાં આવી હતી અને26મી જૂનના રોજ બે કટ્ટરવાદી તત્વો દ્વારા કન્હૈયાની હત્યા કરી દેવામાં આવી હતી જેને લઇને તમામ હિન્દુ સંગઠનોમા આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વડોદરા દ્વારા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આવા જેહાદી, કટ્ટરવાદી માનસિકતા ધરાવતા નરાધમોને તાત્કાલિક ધોરણે ફાંસી આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.