લોકસભા ચૂંટણી-2024:પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા મિથુન ચક્રવર્તીના રોડ શો પર પથ્થરમારો; કેજરીવાલે કહ્યું- 500થી વધુ દરોડા પાડ્યા પણ ક્યાંયથી પાવલી પણ મળી નહીં - At This Time

લોકસભા ચૂંટણી-2024:પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા મિથુન ચક્રવર્તીના રોડ શો પર પથ્થરમારો; કેજરીવાલે કહ્યું- 500થી વધુ દરોડા પાડ્યા પણ ક્યાંયથી પાવલી પણ મળી નહીં


પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં મંગળવારે અભિનેતા અને બીજેપી નેતા મિથુન ચક્રવર્તીના રોડ શોમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મિથુન ચક્રવર્તી મેદિનીપુરથી ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલના સમર્થનમાં રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકો હાથમાં પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. આ પછી તેઓએ રોડ શોમાં ભાગ લઈ રહેલા ભાજપના કાર્યકરો પર પથ્થરો અને બોટલો ફેંકી હતી. આ પછી તેમનું ભાજપ કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ થયું હતું. અગ્નિમિત્રા પૌલે આરોપ લગાવ્યા હતા કે પથ્થરમારો કરનારાઓ TMCના કાર્યકરો હતા. તેમણે કહ્યું- રાજ્યમાં ભાજપને મળી રહેલું સમર્થન જોઈને TMC ડરી ગઈ છે. તે ગુંડાગીરીનો આશરો લઈ રહી છે. તેણે મિથુન ચક્રવર્તી જેવા મહાન અભિનેતાનું અપમાન કર્યું છે. બીજી તરફ TMCના પ્રવક્તા ત્રિનાકુર ભટ્ટાચાર્યએ આ આરોપોને ફગાવી દીધા છે. અમે આવી પ્રવૃત્તિઓમાં માનતા નથી. ચક્રવર્તીનો રોડ શો ફ્લોપ ગયો હતો તેથી ભાજપ ડ્રામા કરી રહી છે. લોકસભા ચૂંટણી સંબંધિત અપડેટ્સ વાંચો ​​​​​...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.