નિકોલમાં મકાનના તાળા તોડી રૃપિયા ત્રણ લાખની મત્તાની ચોરી કરી
અમદાવાદ,બુધવારપૂર્વ વિસ્તારમા ચોરીઓ અને લૂંટના બનાવો વધી રહ્યા છે, નિકોલમાં રહેતા અને કર્મકાંડ કરતા યુવકના બંગલાના તાળા તોડીને તસ્કરોેએ રૃપિયા ત્રણ લાખની મતાની ચોરી કરી હતી. પોલીસ તપાસમાં ફરિયાદીએ દિકરાના લગ્ન માટે લાવીને મૂકેલા રોકડા બે લાખ અને સોનાના દાગીનાની ચોરી થઇ હતી. નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મકાનની બારીના સળિયા કાપીને અંદર પ્રવેશ કર્યો ઃ દિકરાના લગ્ન માટે લાવીને મૂકેલા રૃા. ૨ લાખ રોકડા અને દાગીના ચોરાયાઆ કેસની વિગત એવી છે કે નિકોલ વિસ્તારમાં સત્યમ પ્લાઝા સામે જીનલ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતા બીપીનભાઇ લાભશંકરભાઇ દવે (ઉ.વ.૪૮)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોેંધાવી છે કે ફરિયાદી પરિવાર સાથે તા.૨૦ના રોજ બારડોલી ખાતે ગયા હતા અને બીજા દિવસે પરત આવીને જોયું તો તેમના બંગલાની બારીના લોખંડના સળિયા કોઇક સાધનથી કાપીને આરોપીઓ ઘરમાં પ્રવેશ્યા હતા અને મકાનના પ્રથમમાળે કબાટમાંથી સોનાના દાગીના તથા રોકડા રૃપિયા બે લાખ સહિત કુલ રૃા. ૩,૦૫,૦૦૦ની કિમતની મતાની ચોરી કરી હતી.પોલીસ તપાસમાં ફરિયાદીએ દિકરાના લગ્ન માટે લાવીને મૂકેલા રોકડા બે લાખ અને સોનાના દાગીનાની ચોરી થઇ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.