યુનિવર્સિટી રોડ પર ધો.12ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો
યુનિવર્સિટી રોડ પર ધો.12ના વિદ્યાર્થી પર છરી વડે હુમલો થયો હતો. સ્કુટરમાં આવેલ બે અજાણ્યા શખ્સે ઝઘડો કરી અમને અપશબ્દો કેમ કહ્યા તેમ કહી હુમલો કરેલ હતો.
ફરિયાદમાં ગૌતમ ભરતભાઈ ગમારા (ઉ.વ.19, રહે- બંસીધર વાળી શેરી નં-9 મુંજકા રાજકોટ)એ જણાવ્યું કે, હું યુનિવર્સિટી રોડ પર આવેલ સિંહાર શાળામાં ધોરણ-12માં અભ્યાસ કરૂ છું. મારા પિતા રિક્ષા ડ્રાઈવીંગ કરે છે. ગઇકાલે હું તથા મારા મિત્રો રાત્રીના દસેક વાગ્યે રામાપીર ચોકડીએ અમારા મિત્ર અનિલ (રહે. રામાપીર ચોકડી)ને મળવા ગયેલ હતા.
બાદ સવા અગ્યારેક વાગ્યા આજુ બાજુ રામાપીર ચોકડીથી મુંજકા અમારા ઘરે પરત આવતા હતા. ત્યારે ગંગોત્રી પાર્ક મેઇન રોડ પાસે આવેલ શિલ્પન ઓનેક્ષ બિલ્ડિંગ પાસે પહોંચતા એક એકસેસ સ્કૂટર જીજે 03 જે કે 3773 વાળું નીકળેલ. જેમા બે વ્યક્તિ સવાર હતા તે સ્કૂટર અમારી આગળ થયેલ. ત્યારે હું તથા મારા મિત્ર પાર્થ જયેશભાઇ ડાભી તથા આશિષ નિલેશભાઈ જંજવાડીયા તથા જયવીર મનજીભાઇ ડોડીયા તથા સૌરભ સુભાષભાઇ ગોડ તથા દિપેન અશોકભાઈ સતાણી એમ અમો બધા પોતપોતાનુ બાઇક ચલાવીને જતા હતા.
ત્યારે એક્સેસ સ્કુટર અમારા આગળ આવીને ઉભુ રાખી. તેમાં સવાર બે વ્યક્તિએ કહેલ કે તે મને ગાળ કેમ આપી? આમ કહી અને એક્સેસ સ્કૂટર ચાલક નીચે ઉતરી અને મને ઝાપટો મારવા લાગેલ. બાદ અમો ત્યાથી નીકળી ગયેલ અને ફરી અમો બધા સમરસ હોસ્ટેલ યુની રોડ તરફ જતા ચોક પાસે પહોચતા ફરી આ બન્ને અજાણ્યા ઈસમો આવેલ અને અમારુ મો.સા.ઉભુ રખાવી મને ઢીકા પાટુનો માર મારવા લાગેલ તે દરમ્યાન બીજા અજાણ્યા માણસે કોઈને ફોન કરેલ.
તે અજાણ્યો માણસ આવેલ અને તેના હાથમાં છરી હોય જે મને માથાના ભાગે મારી દેતા મને સામાન્ય ઈજા થયેલ હતી. મને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગેલ હતો. ફરી આ રોડ ઉપર આવીશ તો તને જીવતો નહી છોડુ આમ કહી મને માર મારતા હોય તે દરમ્યાન મારા કૌટુંબિક કાકા અજયભાઈ મુળુભાઈ ફાંગલીયા મને છોડાવવા જતા તેને પણ આ અજાણ્યા ઇસમે ઢીકા પાટુનો માર મારેલ. પછી આ બે શખ્સ ત્યાંથી ચાલ્યા જતા રહ્યા હતા. પોલીસે બે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
