નેત્રંગના ઉડી ગામ ના ખેતર માં ઘાસચારો કાપતી મહિલાને ફટકારી અજાણ્યો ફરાર - At This Time

નેત્રંગના ઉડી ગામ ના ખેતર માં ઘાસચારો કાપતી મહિલાને ફટકારી અજાણ્યો ફરાર


નેત્રંગ- રાજપારડી રોડ પર આવેલા ઉડી ગામની મહિલા સોમીબેન નાનજીભાઈ વસાવા બુધવારે સવારે ઉડી ગામમાં પ્રવેશતા શેરડીના ખેતરની બાજુમાં આવેલા પોતાના ખેતરમાં ઘાસચારો કાપવા માટે 10 વાગ્યા આસપાસ ગયાં હતાં.દરમિયાન કોઈક ઈસમે તેમને પાછળથી લાકડીનો સપાટો મારી દેતાં તેમણે બૂમાબૂમ કરતાં આજુબાજુના ખેતરમાં કામ કરતી સુમિત્રાબેન રામસીંગભાઈ વસાવા તેમજ હેમાબેન મનોજભાઈ વસાવાએ સોમીબેનના ખેતરમાં બે જેટલા ઈસમોને જોતાં તેઓ પોતાનો જીવ બચાવી ભાગી ઘરે આવી ગઈ હતી અને ગામમાં બનાવની જાણ થતાં લોકો ખેતર તરફ દોડી જઈ હુમલાખોરની તપાસ હાથ ધરી હતી.બીજી તરફ સોમીબેન વસાવાને 108 એમ્બ્યુલન્સ સેવા મારફત નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર માટે લાવવામા આવ્યાં હતાં. નેત્રંગ પોલીસને બનાવની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.