રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસ કર્મચારીઓના પગાર વધારા વિશે જાહેરાત - At This Time

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસ કર્મચારીઓના પગાર વધારા વિશે જાહેરાત


સુરત, તા. 14 ઓગસ્ટ 2022 રવિવારરાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોલીસ વિભાગ માટે ભંડોળ મંજૂર કર્યા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતથી આ અંગે વધુ જાણકારી આપી છે. તેમના જણાવ્યા અનુસાર સરકારની જાહેરાત બાદ LRD નો નવો પગાર વર્ષ 3 લાખ 47 હજાર 250 કરાયો છે. કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 16 લાખ 400 રૂપિયા થયો છે. હેડ કોન્સ્ટેબલનો નવો પગાર 4 લાખ 95 હજાર કરાયો છે તેમજ ASIનો નવો પગાર 5 લાખ 84 હજાર કરાયો છે.ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ તમારા સૌ માટે CMએ મહત્વનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ 550 કરોડથી વધુની ફાઇલ મંજૂર કરી છે. દેશ આખો આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. પોલીસે દેશની અખંડતા જાળવી રાખી છે. ગુજરાત પોલીસ જવાનોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે.આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ પોલીસ વિભાગ માટે 550 કરોડનુ ભંડોળ મંજૂર કર્યુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.