વડોદરા: સ્ટેન્ડિંગ ચેરમેનના ચેકિંગમાં ફરજમાં નિષ્કાળજી રાખનાર 10 કર્મચારીનો ખુલાસો પૂછાયો
વડોદરા,તા.25 જુન 2022,શનિવારવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે ઓચિંતું ચેકીંગ કરતા વિવિધ વિભાગોમાં ચાલતી પોલ ખુલી હતી જેમાં ઓડિટ શાખાના જુનિયર એડીટર સહિતના કર્મચારીઓનો ખુલાસો પુછવામાં આવ્યો હતોઉલ્લેખનીય છે કે કઈ તારીખ 22મી જૂનના રોજ સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ સ્થિત વિવિધ કચેરીઓની ઓચિંતી મુલાકાત લીધી હતી અને તેમાં સ્માર્ટ સિટી કંપનીની ઓફિસ, ટીપી વિભાગ, મિકેનીકલ શાખા, હિસાબી શાખા, ઓડિટ શાખા વિવિધ જગ્યાની પોલ ખુલી હતી કેટલાક કર્મચારીઓ આરામ ફરમાવતા હતા તો કોઈ શાખામાં કર્મચારીઓ જ ન હતા તેમજ અધિકારી ન હોવા છતાં પણ એસી ચાલુ હતા જેથી અશિસ્ત અવસ્થામાં કર્મચારીઓ હોવાથી ઓડિટ શાખાના જુનિયર ક્લાર્ક , જુનિયર ઓડિટર અને સિપાઇને ચેરમેને ખુલાસો પુછ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.