ધો.10માં સ્ટાન્ડર્ડ મેથ્સમાં નાપાસ બેઝિક મેથ્સમાં પુરક પરીક્ષા આપી શકશે
અમદાવાદગુજરાત શિક્ષણ
બોર્ડ દ્વારા ધો.૧૦ની માર્ચ ૨૦૨૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં પ્રથમવાર સ્ટાન્ડર્ડ
ગણિત અને બેઝિક ગણિત એમ બે પેપરોની પરીક્ષા લેવાઈ હતી. બેઝિક ગણિત સાથે પાસ વિદ્યાર્થીને
પુરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિત વિષય પાસ કરીને ૧૧ સાયન્સમાં એ ગુ્રપમાં જવાની છુટ
અપાઈ છે ત્યારે ગુજરાત બોર્ડે નવો પરિપત્ર કરતા હવે સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ વિદ્યાર્થીને
પુરક પરીક્ષામાં બેઝિક ગણિત રાખવાની છુટ આપવામા આવી છે.ગુજરાત શિક્ષણ
બોર્ડ દ્વારા આજે તમામ ડીઈઓને ધો.૧૦ની પુરક પરીક્ષા માટે પરિપત્ર કરવામા આવ્યો છે.જેમાં
ધો.૧૦ની માર્ચમાં લેવાયેલી મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ
વિદ્યાર્થીઓને જુલાઈની પુરક પરીક્ષામાં બેઝિક ગણિતનો વિકલ્પ રાખવાની છુટ આપવા સૂચના
અપાઈ છે.ધો.૧૦માં સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ વિદ્યાર્થી પુરક પરીક્ષામાં ફરી સ્ટાન્ડર્ડ
ગણિતમાં જ અથવા બેઝિક વિકલ્પ રાખી શકશે. જે વિદ્યાર્થી એક અથવા બે વિષયમાં નાપાસ છે
અને આ એક કે બે વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિતનો સમાવેશ થયેલો છે તે જ વિદ્યાર્થી ઓનલાઈન
અરજીફોર્મ ભરતી વખતે ગણિત વિષયની પસંદગી બદલી શકે છે. એટલે કે સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ
વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ ગણિતના બદલે બેઝિક ગણિત વિકલ્પ બદલી શકશે. બેઝિક
ગણિત વિષય પસંદ કરવાનો વિકલ્પ ઓનલાઈન અરજી સમયે જ દર્શાવવાનો રહેશે. જે વિદ્યાર્થી
માર્ચ-એપ્રિલની પરીક્ષામાં બેઝિક ગણિત સાથે પાસ થયા છે અને હવે ૧૧ સાયન્સમાં એ ગુ્રપમાં
પ્રવેશ ઈચ્છે છે તેઓ સ્ટાન્ડર્ડ ગણિત માટે પુરક પરીક્ષા ફોર્મ ભરી શકશે પરંતુ માર્ચની પરીક્ષશ્રાનું ફોર્મ જે સ્કૂલમાંથી ભર્યુ
હોય તે જ સ્કૂલમાંથી પૃથ્થક ઉમેદવાર તરીકે ઓનલાઈન ભરી શકે છે.ધો.૧૦ની પુરક પરીક્ષાના
ઓનલાઈન ભરવાની પ્રક્રિયા આજે શરૃ થઈ ગઈ છે અને ૩૦મી સુધી ફોર્મ ભરી શકાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.