પ્રદીપ મિશ્રાની કથામાં ધક્કામુક્કી:અનેક મહિલાઓ-વૃદ્ધો કચડાયાં, બાઉન્સર્સ સાથે બોલાચાલીમાં મામલો બિચક્યો; શિવકથા સાંભળવા લાખ ભક્ત પહોંચ્યા હતા - At This Time

પ્રદીપ મિશ્રાની કથામાં ધક્કામુક્કી:અનેક મહિલાઓ-વૃદ્ધો કચડાયાં, બાઉન્સર્સ સાથે બોલાચાલીમાં મામલો બિચક્યો; શિવકથા સાંભળવા લાખ ભક્ત પહોંચ્યા હતા


મેરઠમાં શુક્રવારે બપોરે પંડિત પ્રદીપ મિશ્રાની શિવ મહાપુરાણની કથામાં ભાગદોડ મચી ગઈ હતી. અનેક મહિલાઓ-વૃદ્ધો ભાગદોડમાં નીચે પડ્યાં અને કચડાયાં હતાં. આજે કથાનો છઠ્ઠો દિવસ છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે. કથાનો પ્રારંભ બપોરે 1 વાગે થયો હતો. લગભગ 1 લાખ લોકો કથા સાંભળવા માટે પહોંચ્યા હતા. કથા શરૂ થઈ ત્યારે લોકો ઉતાવળમાં અંદર જઈ રહ્યા હતા. ભીડ અચાનક વધી જતાં બાઉન્સરોએ લોકોને પ્રવેશતા અટકાવ્યા હતા અને પછી દોડાદોડી થઈ હતી. શતાબ્દીનગરમાં ચાલી રહેલી આ કથામાં દરરોજ લગભગ 1.5 લાખ લોકો આવી રહ્યા છે. કથા દરમિયાન અનેક VVIP પણ મેરઠ પહોંચી રહ્યા છે. પ્રવેશ અંગે બાઉન્સરો સાથે ઝઘડો થયો કથામાં મુખ્ય યજમાન પણ એ જ માર્ગ પરથી જતા હતા, જે માર્ગથી ભીડ આવતી હતી. ત્યાર બાદ પ્રવેશ બાબતે ઝઘડો થયો હતો. એન્ટ્રી ગેટ પર બાઉન્સરોએ મહિલાઓને અંદર જતાં અટકાવી હતી. પાછળથી ટોળું આગળ વધવા દબાણ કરતું રહ્યું. દરમિયાન 15-20 મહિલાઓ એક પછી એક પડી ગઈ હતી. એક જ દિવસમાં બે વખત દોડાદોડી થઈ કહેવામાં આવી રહ્યું છે કે કથા દરમિયાન શુક્રવારે બે વખત દોડાદોડી મચી ગઈ હતી. સૌથી પહેલા સવારે 9.30 વાગ્યે દોડાદોડી મચી હતી. આ દરમિયાન VIP પાસ માટે લોકો એકઠા થયા હતા, પણ બાદમાં બધું શાંત થઈ ગયું હતું. આ પછી બપોરે 1 વાગ્યે ફરીથી દોડાદોડી મચી ગઈ હતી. ભાગદોડ પછીની 3 તસવીર... કથા સ્થળે 1000 પોલીસકર્મી, ડ્રોન દ્વારા દેખરેખ ભારે વાહનોને પણ ડાઇવર્ટ કરવામાં આવ્યાં હતાં
એસપી ટ્રાફિક રાઘવેન્દ્ર મિશ્રાએ કહ્યું- શિવ મહાપુરાણ કથામાં ભક્તોની ભીડને કારણે ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો. સવારે 8થી રાત્રે 8 વાગ્યા સુધી ડાઇવર્ઝન કરવામાં આવ્યું છે. જુલાઈમાં હાથરસમાં સત્સંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી, 123નાં મોત થયાં હતાં 2 જુલાઈના રોજ હાથરસના સિકંદરરાઉમાં ભોલે બાબાના સત્સંગ બાદ ભાગદોડ મચી ગઈ હતી. દોડાદોડી બાદ 123 લોકોનાં મોત થયાં હતાં અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં મુખ્ય આયોજક દેવપ્રકાશ મધુકર અને અન્ય 10 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. 11 આરોપી સામે 3200 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. એમાં કથાકાર ભોલે બાબાનું નામ નહોતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.