સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ તમિલનાડુના ડેપ્યુટી CM બનશે:આજે રાજભવન ખાતે શપથ લેશે; ગયા વર્ષે સનાતન ધર્મને ડેન્ગ્યુ-મેલેરિયા કહ્યો હતો - At This Time

સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ તમિલનાડુના ડેપ્યુટી CM બનશે:આજે રાજભવન ખાતે શપથ લેશે; ગયા વર્ષે સનાતન ધર્મને ડેન્ગ્યુ-મેલેરિયા કહ્યો હતો


તામિલનાડુ સરકારની કેબિનેટમાં શનિવારે ફેરબદલ કરવામાં આવ્યો હતો. ખેલ મંત્રી અને સીએમ એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનને ડેપ્યુટી સીએમ બનશે. મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના બે દિવસ બાદ વી સેંથિલ બાલાજી મંત્રી પરિષદમાં પરત ફર્યા છે. બાલાજીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં નોકરીના કૌભાંડમાં ધરપકડ થયાના થોડા મહિના બાદ રાજીનામું આપ્યું હતું. ડો. ગોવી ચેઝિયન, આર રાજેન્દ્રન અને એસએમ નાસરને પણ નવી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. ડેરી વિકાસ વિભાગ સંભાળનાર મનો થંગરાજ સહિત ત્રણ મંત્રીઓને હટાવવામાં આવ્યા છે. રાજભવન તરફથી કહેવામાં આવ્યું કે સીએમ સ્ટાલિને રાજ્યપાલ આરએન રવિને ઉધયનિધિને ડેપ્યુટી સીએમ તરીકે નોમિનેટ કરવા અને કેબિનેટનું વિસ્તરણ કરવાની ભલામણ કરી હતી. રાજ્યપાલે તેને મંજૂરી આપી દીધી છે. શપથ ગ્રહણ સમારોહ રવિવારે બપોરે 3.30 કલાકે રાજભવન ખાતે યોજાશે. ડેપ્યુટી સીએમ ઉપરાંત ઉધયનિધિને વધુ એક વિભાગની જવાબદારી
ઉધયનિધિ સ્ટાલિનને તેમના વર્તમાન યુવા કલ્યાણ અને રમતગમત વિકાસ પોર્ટફોલિયો ઉપરાંત આયોજન અને વિકાસ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે બાલાજીને કયું મંત્રાલય આપવામાં આવશે. EDએ 14 જૂન 2023ના રોજ બાલાજીની ધરપકડ કરી હતી. તે સમયે તેઓ રાજ્ય સરકારમાં ઉર્જા મંત્રી હતા. આ ઉપરાંત તેની પાસે આબકારી અને નશાબંધી વિભાગ પણ હતું. તેઓ 15 મહિના સુધી જેલમાં રહ્યા. 27 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં બાલાજીને જામીન આપ્યા હતા. ઉધયનિધિએ કહ્યું હતું- સનાતન ધર્મ ડેન્ગ્યુ-મેલેરિયા જેવો છે
ઉધયનિધિ સ્ટાલિને 3 સપ્ટેમ્બર 2023ના રોજ નિવેદન આપ્યું હતું. તેમણે સનાતન ધર્મની સરખામણી ડેન્ગ્યુ, મેલેરિયા અને કોરોના સાથે કરી હતી. ઉધયનિધિએ કહ્યું હતું કે મચ્છર, ડેન્ગ્યુ, તાવ, મેલેરિયા અને કોરોના એવો છે જેનો માત્ર વિરોધ જ કરી શકાતો નથી પરંતુ તેને ખતમ કરવો જરૂરી છે. ઉધયનિધિએ કહ્યું હતું કે સનાતન શું છે? સનાતન શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે. આ સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. સનાતન એટલે કાયમી એટલે કે એવી ચીજ જે બદલી ન શકાય. જેના પર કોઈ સવાલ ઉઠાવી શકે નહીં. ઉધયનિધિ પણ ઘણી વખત હિન્દી ભાષા વિરુદ્ધ નિવેદન આપી ચુક્યા છે. તેમણે સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલીના મૃત્યુ માટે વડાપ્રધાન મોદીને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીના ત્રાસથી બંનેના મોત થયા છે. દાદા પૂર્વ સીએમ, પિતા વર્તમાન સીએમ
એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીએમકે કાર્યકર્તાઓ ઉધયનિધિનું કદ વધારવાની માંગ કરી રહ્યા હતા. તેમને સરકારમાં પ્રમોશન આપવાની માંગ ઉઠી હતી. જેથી 2026માં રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થાય. ઉધયનિધિ ડીએમકેની યુવા વિંગના વડા પણ છે. તેમને તેમના સીએમ પિતા એમકે સ્ટાલિનના ભાવિ અનુગામી તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. ઉધયનિધિના દાદા એમ કરુણાનિધિ પણ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા. ઉધયનિધિએ સાઉથના સુપરસ્ટાર કમલ હાસન અને વિજય જેવા ટોચના સ્ટાર્સ સાથે ઘણી તમિલ ફિલ્મો બનાવી છે. તેમણે હિટ ફિલ્મ ઓરુ કલ ઓરુ કન્નડી સહિત ઘણી તમિલ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી છે. અનેક વિભાગોના મંત્રીઓ બદલાયા આ સમાચાર પણ વાંચો... ઉધયનિધિ સ્ટાલિને મોદીને 28 પૈસા પીએમ કહ્યા: કહ્યું- તમિલનાડુ 1 રૂપિયો ટેક્સ આપે છે અને કેન્દ્ર 28 પૈસા આપે છે તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને રાજ્ય સરકારમાં પ્રધાન ઉધયનિધિ સ્ટાલિને 23 માર્ચ શનિવારે PM મોદી પર રાજ્ય સરકારને ભંડોળ ફાળવવામાં ભેદભાવનો આરોપ મૂક્યો હતો. સ્ટાલિને કહ્યું- હવે આપણે પીએમ મોદીને 28 પૈસા પીએમ કહેવા જોઈએ. જો તમિલનાડુ કેન્દ્ર સરકારને ટેક્સ તરીકે 1 રૂપિયો આપે છે, તો કેન્દ્ર અમને ફક્ત 28 પૈસા પરત કરે છે, જ્યારે ભાજપ શાસિત રાજ્યોમાં, તેનાથી વધુ ભંડોળ આપવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.