વડનગર માં ગોપાલજી મંદિર માં ૧૧૧ મી રથયાત્રા નીકળી - At This Time

વડનગર માં ગોપાલજી મંદિર માં ૧૧૧ મી રથયાત્રા નીકળી


વડનગર માં ગોપાલજી મંદિર માં ૧૧૧ મી રથયાત્રા નીકળી

વડનગર માં ગોપાલજી મંદિર થીનીકળેલી૧૧૧મી રથયાત્રા માં જય રણછોડ જય જગન્નાથ ના નાદ મગ કાકડી જાંબુ નો પ્રસાદ વિતરણ ઠેર ઠેર સ્વાગત સેંભરવાડા ના મુસ્લિમ સમુદાય ના બિરાદરો એ અંતરમન ભાવપૂર્વક રથયાત્રા નું સ્વાગત કર્યું હતું.

વડનગર માં વાજતે ગાજતે ગોપાલજી ભગવાન નગરચર્યા કરી હતી અને ઠેર ઠેર પાણી શબરત છાશ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

વડનગર મા અષાઢ બીજે સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી ૭:૩૦ વાગે શણગાર આરતી કરી ત્યારબાદ ખીચડી દહીં અને ગુવાર ના શાક નો પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ૨:૩૦ વાગે ગોપાલજી મંદિર૧૧૧મી રથયાત્રા નીકળી ભાગવત ચાર્ય નારાયણ ચાર્ય ગાદીપતિ શ્રી શ્રી ૧૦૦૮શ્રી વેકટશાચાર્યજી અનિરૂધ્ધાચાર્યજી મહંતશ્રી વરદહસ્તે ગોપાલજી ભગવાન ના ‌બે રથ નું પ્રસ્થાન કર્યું હતું.તેમાં ટ્રેક્ટર તથા ડીજે સાથે ગોપાલજી મંદિર ના મહંતશ્રી અને સ્વામી નારાયણ મંદિર ના મહંતશ્રી વિશ્વ પ્રકાશ દાસજી પણ આ રથયાત્રા માં જોડાયા. તે દરમિયાન જય રણછોડ માખણ ચોર તથા જય જગન્નાથ નાદ ગુંજી ઊઠયા હતા. તે મંદિર માં થી નીકળી ને પઠાણ નો માઢ, કનૈયાલાલ માઢ ,નદીઓળ દરવાજા ,ગોરવાડો, મઠની કૂઈ, માઠીયોવાડ, અર્જુન બારી દરવાજો ,અર્જુન બારી પરુ ,ચીકણી વાસ, બારોટી બજાર, ભાવસાર ઓળ, ભોજક શેરી, અમરથોળ દરવાજા, સેંભર વાડો, પીઠોરી દરવાજા, ચૈત્રશ્વરી માતા, લોટી ઓ,નો મહાડ ,કડીવાળો ચોક, પાડા પોળો નો મહાડ ,નરનારાયણ મંદિર ,ગંજી શેરી ,ગોસકોળ દરવાજા, પડયાશેરી, ભોઈવાડો, અમતોલ દરવાજો ,મહીવાડો હાથી દેરાસર, કાપડબજાર, માતોર બજાર ,જુના ચાચરે ,ઝાપાની કૂઈ, થ ઈ ને મંદિર માં પરત ફરી હતી અને અંતરમન થી પ્રેમ પૂર્વક રથયાત્રા ૧૧૧મી યાત્રા સંપન્ન

રિપોર્ટ -: જીગર પટેલ વડનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.