CM પટેલને મળેલી ભેટ- સોગાદની હરાજી કરી નાણાં કન્યા કેળવણીમાં ખર્ચાશે
CM પટેલને મળેલી ભેટ- સોગાદની હરાજી કરી નાણાં કન્યા કેળવણીમાં ખર્ચાશે
MP-MLAની રજૂઆતોનો મંત્રીઓ સત્વરે ઉકેલ લાવશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાને મળેલી ભેટ-સોગાદની હરાજી કરીને તેમાંથી મળનારા નાણાં દીકરીઓના અભ્યાસ માટે વાપરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને મળતી ભેટ-સોગાદની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો. તેને અનુસરતા CM પટેલે પણ તેમને મળતી ભેટની હરાજી કરાવી તેમાંથી મળનારા નાણાં કન્યા કેળવણી માટે તેમજ સચિવાલયના ચોથા વર્ગના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે વાપરવામાં આવશે. તોષાખાનામાં ભેટ-સોગાદોનો સર્વે કરવા · સૂચના આપી છે.
દરમિયાન વાહન વ્યવહાર નિગમને લગતા પડતર પ્રશ્નો જેની સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો દ્વારા રજૂઆતો આવી હોય તે અંગેની સમીક્ષા બેઠક ગૃહ અને વાહન વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ યોજી હતી. જેમાં ૧૮૪માંથી ૮૧નો સ્થળ ઉપર જ નિકાલ લવાયો હતો. પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ અમદાવાદ અને રાજકોટના પાણીના પ્રશ્નો ઉકેલવા બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે, ધારાસભ્યોના પડતર પ્રશ્નો ઉકેલવા માટે વિભાગ દીઠ મંત્રીઓ સંલગ્ન અધિકારીને સાથે રાખીને રજૂઆત કરનારા ધારાસભ્યો સાથે સીધી બેઠક યોજી તેને ઉકેલવાના પ્રયાસનો અભિગમ અપનાવાયો છે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.