પોલીસના નામે અમારું અપહરણ કર્યું, અવાવરું સ્થળેમારી મંગેતર સાથે 20 મિનિટ છેડતી કરી લૂંટ ચલાવી - At This Time

પોલીસના નામે અમારું અપહરણ કર્યું, અવાવરું સ્થળેમારી મંગેતર સાથે 20 મિનિટ છેડતી કરી લૂંટ ચલાવી


થર્ટી ફર્સ્ટની રાત્રે રાજકોટની સિઝન્સ હોટેલમાંથી કારમાં બહાર નીકળેલા યુગલને બીજી કારમાં આવેલા 4 શખ્સે આંતર્યા

​​​​​​એક શખ્સ મમતા સાથે કારમાં અડપલાં કરતો રહ્યો, હું હાથ જોડતો હતો અને નરાધમો મને સતત મારતા રહ્યા, ફોન કરતા પરિવાર લોકેશનના આધારે દોડી આવ્યો એટલે ત્રણેય ભાગી ગયા

મારી જ જ્ઞાતિની 24 વર્ષની યુવતી મમતા સાથે સગપણ નક્કી થયું છે અને થોડા દિવસ પહેલાં જલવિધિ કરવામાં આવી હતી. મંગળવારે થર્ટી ફર્સ્ટ નિમિત્તે મમતાને ફરવા લઇ જવા માટે હું મારી કાર લઇને તેની ઘરે ગયો હતો અને સાંજે સવા સાત વાગ્યે હું ને મમતા મારી કારમાં કાલાવડ રોડ પર ગયા હતા. એક કાફેમાં નાસ્તો કર્યો હતો અને ત્યાં બેઠા હતા. રાત્રીના 11 વાગ્યાના અરસામાં સિઝન્સ હોટેલે જમવા માટે ગયા હતા અને જમીને એકાદ વાગ્યાના અરસામાં ઘરે જવા નીકળ્યા હતા અને બંને વાત કરતા કરતા જતા હતા અને કારની સ્પીડ 15થી 20 કિમીની હતી.

અમે સિઝન્સ હોટેલની બહાર સર્કલ પાસે પહોંચ્યા હતા ત્યારે પાછળથી સફેદ કલરની વર્ના કાર ધસી આવી હતી અને મારી કારની આડે ઊભી રાખી દીધી હતી. બે શખ્સ કારમાંથી ઉતર્યા હતા અને મારી કારની ચાવી કાઢી લઇ મને નીચે ઉતરવા કહ્યું હતું. આગળ કારમાં મુંજકા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસ સાહેબને મળી લો તેમ કહી બંને મારી સાથે બળજબરી કરવા લાગ્યા હતા. તેમના મોંમાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી. હું કારમાંથી નહીં ઉતરતા તે બંને મારી કારમાં પાછળ બેસી ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.