કેશોદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી - At This Time

કેશોદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી


કેશોદ તાલુકામાં મેઘરાજાનું આગમન ખેડુતોમાં ખુશીનો માહોલ મૌસમનો કુલ સાડા સાત ઈંચ વરસાદ 

કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાના આગમનના એંધાણ જોવા મળતા ન હતા પચ્ચીસ જુનથી છુટા છવાયા છાંપટાથી ખેડુતો નિરાશ થયા હતા ગત વર્ષે ચોમાસાના પ્રારંભે જ દશ ઈંચ વરસાદ થયો હતો જ્યારે આગામી વર્ષે મેઘરાજાએ કયાક કયાક અમી છાંટણાં કર્યા હતા હાલના વર્ષે ત્રણ તબક્કામાં વાવણીના શ્રીગણેશ થયા હતા હાલના વર્ષે દર વર્ષની સરખામણીએ ચાર ગણી આગોતરી મગફળીનું વાવેતર ઓછુ થયુ હતુ વાવણી લાયક વરસાદ ન થતા છુટો છવાયો વરસાદ થતાં હાલના વર્ષે વાવણીમાં પણ છુટો છવાયો વરસાદ થયા બાદ ગત રાત્રીથી મેઘરાજાનું સર્વત્ર આગમન થતાં કેશોદ તાલુકામાં ગત રાત્રીથી અત્યાર સુધીમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ થયોછે જ્યારે મૌસમનો કુલ સાડા સાત ઈંચ વરસાદ થયોછે છેલ્લા એક દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથ એખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યોછે મેઘસવારીથી ખેતરોમાં રસ્તાઓમાં પાણી પાણી જોવા મળી રહ્યુછે કેશોદ તાલુકામાં મોટા ભાગનું વાવણી કાર્ય પુર્ણ થયુછે જ્યારે થોડા ખેડુતોને વાવણી કાર્ય બાકી હોય ત્યારે મેઘરાજાની અવિરત મેઘસવારીથી ખેડુતોમા ખૂશીનો માહોલ જોવા મળી રહ્યોછે


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.