જસદણમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો’ અન્વયે બેઠક યોજાઇ
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ તાલુકા સેવા સદન ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને 'આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો' હેઠળ કાર્યવાહક આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૪-૨૫ માતે માટે જસદણ તાલુકામાં રૂ. ૧૧૭ લાખના અને વીંછિયા તાલુકામાં રૂ. ૧૧૯ લાખના એ.ટી.વી. ટી.નાં વિકાસ કામો મંજુર કરાયા હતાં તેમનાં આ વિકાસલક્ષી પગલાંને જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આવકાર આપી એક વાતચીતમાં જણાવ્યું હતું કે કુરજીભાઈએ અથાગ મહેનત કરી જસદણ અને વીંછિયા તાલુકાને નંદનવન બનાવી દીધા છે વધુમાં જણાવ્યું કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અનેક કામોથી વંચિત હતાં જે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા થકી કામો થયાં છે મંત્રીએ જસદણ અને વીંછિયા તાલુકાના વિવિધ ગામની પ્રાથમિક શાળાના વિસ્તારોમાં ગટર લાઇન, શાળામાં ભોજન શેડનું કામ, વોટર ડ્રેનેજના કામ, શાળાઓ અને ગામોમાં વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોકનું કામ, જાહેર શૌચાલયના કામો તેની સ્વચ્છતાની તકેદારી રાખવા, કૉઝવે, પુલની કામગીરી, પુર સંરક્ષણ દિવાલ, કિચન શેડ સહિતના કામોની મંજૂરી આપી હતી મંત્રીએ ઉપરોક્ત તમામ કામોમાં ઉચ્ચ ગુણવતાયુક્ત મટીરીયલ વાપરવા તથા તમામ નક્કી થયેલા કામો સમયસર પૂર્ણ કરવા સૂચન કર્યું હતું આ બેઠકમાં પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવા, જસદણના મામલતદારશ્રી એન.સી. વ્યાસ, વીંછિયાના મામલતદારશ્રી આર.કે. પંચાલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થરાજસિંહ પરમાર અને શ્રી કે.આર.ચુડાસમા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. સી.કે. રામ સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.