રાજકોટનો લોકમેળો એક દિવસ લંબાવતા કલેકટર
રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટમાં ચાલી રહેલો "આઝાદીનો અમૃત લોકમેળો" એક દિવસ લંબાવવાની જાહેરાત કરી છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે, મેળાને વધુ એક દિવસ લંબાવવા લોકોની માંગણીને ધ્યાને લઈને તેમજ શ્રાવણ માસનો સોમવાર આવતો હોવાથી લોકો મેળો મન ભરીને માણી શકે તે માટે મેળો એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. હવે મેળો ૨૨મી ઓગષ્ટ સુધી ચાલશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.