બોટાદ તાલુકાનાં કુંભારા ગામે રામદેવ ચરિત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું
બોટાદ તાલુકાનાં કુંભારા ગામે રામદેવ ચરિત માનસ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું
રામદેવપીરનું આખ્યાનથી દરેક લોકો પરિચિત છે.પરંતુ રામદેવપીર નાં ચારિત્ર રજુ કરવા કથા રૂપે રામદેવ ચરિત માનસ કરવામાં આવે છે.જે હજુ ઓછા લોકોને જાણ બહાર હોય છે.ત્યારે બોટાદ તાલુકાના કુંભારા ગામે રામદેવપીર આખ્યાન મંડળ તથા ગ્રામજનોનાં સહયોગ દ્વારા રામદેવ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ યોજવામાં આવ્યો.જેમાં વ્યાસપીઠ બિરાજમાન પર લાલા મહારાજ દેવમુરારી ખજેલીવાળા નાં મુખે સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવી રહ્યા છે.જેમાં આવતા પ્રસંગોમાં રામદેવ જન્મોત્સવ,રામદેવ લગ્નોત્સવ,તથા આવતા વેશભૂષા માં પ્રંસગો ઉજવવામાં આવશે.વધુમાં પાચ ફેબ્રુઆરી મંગળવારે ડાક-ડમ્મર તથા અગિયાર ફેબ્રુઆરી સોમવારે કુંભારા ગામ ધુમાડા બંધ રાખેલ છે.કુંભારા ગામના સરપંચ નકુભાઈ ખાચરે જણાવતા કહ્યું કે સમસ્ત કથાના આયોજન માં રામદેવપીર આખ્યાન મંડળ તથા ગામના દરેક લોકોએ સાથ સહકારથી કાર્યક્રમ સફળ બનાવવાની જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.