મારું જીવન એ જ મારો સંદેશ છે.2 ઓક્ટોબર ઉજવાય છે. એટલે કે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ.155મી જન્મજયંતિ છે,
ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસા લડત વડે ભારતને આઝાદ અપાવી હતી. આથી ગાંધી જ્યંતી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. ગાંધી જ્યંતી પર શાળા કોલેજ અને સરકારી ઓફિસોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ગાંધીજીના જીવન અને કાર્ય વિશે વ્યાખ્યાનનું આયોજન થાય છે.
મહાત્મા ગાંધીજી જન્મ તારીખ અને પરિવાર
મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં હિંદુ મોઢ વૈશ્ય પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ કરમચંદ ઉત્તમચંદ ગાંધી અને માતાનું નામ પુતળીબાઇ હતું. ગાંધીજીના અસલી નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે, જો કે પ્રેમથી લોકો તેમને મહાત્મા ગાંધી નામે બોલાવે છે. તેમના પત્નીનું નામ કસ્તુરબા ગાંધી છે.
આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ: ગાંધીજીના સિદ્ધાંતોને માન્યતા આપતા, યુનાઈટેડ નેશન્સે 2007 માં 2 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે જાહેર કર્યો, તેના વૈશ્વિક પ્રભાવને વધુ મજબૂત બનાવ્યો.
સ્વદેશી ચીજવસ્તુઓનો પ્રચારઃ ગાંધીજીએ સ્વદેશી ચળવળ દ્વારા સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અને આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો
અહિંસા અને નાગરિક અધિકારનો વારસો: ગાંધીજીએ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને નેલ્સન મંડેલા જેવા નેતાઓને નાગરિક અધિકારો અને ન્યાય માટેના તેમના સંઘર્ષમાં પ્રેરણા આપી છે. તેમના ઉપદેશો વિશ્વભરમાં સમાનતા અને શાંતિ માટેની ચળવળોને પ્રેરણા આપતા રહે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.