શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ વધીને રૃ. ૪૭૦ અને ડીઝલ રૃ. ૪૬૦
(પીટીઆઇ) કોલંબો,
તા. ૨૬આર્થિક કટોકટીની વચ્ચે શ્રીલંકામાં બે મહિનામાં ત્રણ વાર
ઇંધણની કીંમતોમા ભારે વૃદ્ધિ કરી મોંધવારીની મારનો સામનો કરી રહેલા દેશની પ્રજા પર
વધુ બોજ નાખી દીધો છે. સરકારે પેટ્રોલના ભાવમાં ૫૦ અને ડીઝલમાં ૬૦ શ્રીલંકા
રૃપિયાનો વધારો કર્યો છે. તાજેતરની જાહેરાત પછી શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ વધીને ૪૭૦ શ્રીલંકન રૃપિયા અને
ડીઝલનો ભાવ વધીને ૪૬૦ શ્રીલંકન રૃપિયા થઇ ગયો છે. ણા દરમિયાન ઇંધણની અછતને કારણે
આગામી સપ્તાહ સુધી મર્યાદિત પેટ્રોલ પંપો પર જ ઇંધણનો પુરવઠો ઉપલબંધ રહે છે. સરકાર હસ્તકની સીલોેન પેટ્રોલિયમ કોર્પોરેશન (સીપીસી)એ ઇંધણના
વધારેલા ભાવ રવિવારથી અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૨૪ મેના
રોજ પેટ્રોલના ભાવમાં ૨૪ ટકા અને ડીઝલના ભાવમાં ૩૮ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
૧૯ એપ્રિલથી અત્યાર સુધીમાં ઇંધઁણના ભાવમાં ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે. ઉર્જા પ્રધાન કંચન વિજસેકરાએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે
મને ખેદ છે કે સીપીસીએ મને જણાવ્યું છે કે પુરવઠાકર્તાઓએ વર્તમાન સપ્તાહ સુધી
પેટ્રોલિયમ, ડીઝલ
પહોૅંચાડવાની ખાતરી આપી હતી.જો કે ત્યારબાદ લોજિસ્ટિક સહિતના કારણોસર પુરવઠો
પહોંચાડવામાં અસમર્થતા દર્શાવી હતી.પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આગામી પુરવઠો પહોચવા સુધી
જાહેર પરિવહન, વીજળી
ઉત્પાદન અને ઉદ્યોગોને પ્રાથમિકતાના આધારે ઇંધણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જ્યારે
આગામી સપ્તાહ સુધી મર્યાદિત ફિલિંગ સ્ટેશનો સુધી જ ઇંધણ પુરુ પાડવામાં આવશે.છેલ્લા ઘણા દિવસોથી શ્રીલંકામાં ઇંધણની અછત છે. આર્થિક
કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામા પરિવહન વ્યવસ્થા ઠપ થઇ ગઇ છે. સરકારી
કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ
આપવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ એટલા વધી ગયા છે કે લોકોને એક સ્થળેથી બીજા
સ્થળે જવા માટે હજાર વખત વિચારવું પડશે.
શ્રીલંકામાં પાકિસ્તાનથી પણ મોંઘું ઇંધણ મળી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ૧૬ જૂનથી પાકિસ્તાનમાં પેટ્રોલની કીંમત ૨૩૩.૮૯ પાકિસ્તાની
રૃપિયા હતી અને ડીઝલની કીંમત ૨૬૩.૩૧ રૃપિયા છે. આમ શ્રીલંકામાં પેટ્રોલ-ડીઝલના ભાવ
પાકિસ્તાનથી પણ બમણા થઇ ગયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.