મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર દ્વારા સૌરાષ્ટ્ર દર્શનનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર દ્વારા સૌરાષ્ટ્ર દર્શનનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ શ્રી યુ. એચ. ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર દ્વારા સૌરાષ્ટ્ર દર્શનનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો.

શ્રી યુ એચ ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર નાં શૈક્ષણિક પ્રવાસ નાં અન્વયે મુનપુર ખાતે થી ૨૮/૧૨/૨૦૨૨ ને બુધવારે સાંજે સૌરાષ્ટ દર્શનનાં પ્રવાસ માટે પ્રયાણ કરવામાં આવ્યું હતું.

શૈક્ષણિક પ્રવાસો માં જવાથી અનેક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો થી વિધાર્થીઓ માહિતગાર થાય તેવા તાત્પર્ય થી આવી અનેક શાળાઓ નાં વિદ્યાર્થીઓ ને વિવિધ વિસ્તારો નાં પ્રવાસે લઈ જવાનું આયોજન કરવામાં આવે છે, તેનાં ભાગ રૂપે શ્રી યુ એચ ભટ્ટ મેમોરિયલ હાઈસ્કુલ મુનપુર ખાતે થી ૨૮/૧૨/૨૦૨૨ ને બુધવારે સાંજે સૌરાષ્ટ્ર દર્શનનાં પ્રવાસ માટે પ્રયાણ કરવામાં આવ્યું હતું, આ શૈક્ષણિક પ્રવાસ માં જવા અંદાજે ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ તૈયાર થયા હતા.
મુનપુર થી સાંજે નીકળી સવારે ચોટીલા ચામુંડ માતાજી ના દર્શન કરી નવા રણુજા પહોંચ્યા ત્યાંથી જગતપતિ દ્વારકાધીશ ના દર્શન કરવા દ્વારકા ગયા હતા બીજા દિવસે સવારે બાર જ્યોતિર્લિંગ પૈકી નાગેશ્વર મહાદેવ ના દર્શન કરી શિવરાજપુર બીચ પર વિદ્યાર્થી ઓને બોટિંગ કરવી ખૂબ મજા કરાવી હતી ત્યાંથી નીકળી પોરબંદર તારા મંદિર માં તારા,ગ્રહો,સૂર્ય,ચંદ્ર ની માહિતી મેળવી ને ભાલકાતીર્થ ના દર્શન કરવા માટે રવાના થયા હતા ત્રીજા દિવસે સોમનાથ મહાદેવ નાં દર્શન કર્યા હતા ત્યાંના બીચ પર ફરી દેવલિયા સાસણગીર જવા રવાના થયા ત્યાંથી રાતના જૂનાગઢ ગયા હતા ચોથા દિવસે ગિરનાર તળેટી માં વિવિધ જગ્યાઓના દર્શન કરી કાગવડ થઈ વીરપુર જલારામ બાપા ના દર્શન કરી ત્યાં રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતુ
પાંચમા દિવસે ઘેલા સોમનાથ થઈ ગઢડા દર્શન કરી સારંગપુર ગયા હતા ત્યાંથી ગણેશપુરા થઈ સિદ્ધિવિનાયક મહેમદાવાદ ના દર્શન કરી રાત્રિ દરમિયાન મુનપુર પ્રવાસ પૂર્ણ થયો હતો.
આમ મુ નપુર હાઈસ્કુલ નો પ્રવાસ વિદ્યાર્થીઓ અને શિક્ષકશ્રીઓ ને જિંદગીભર યાદ રહે તેવો શૈક્ષણિક પ્રવાસ હતો.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.