કોડીનારમાં લુખાતત્વ થયા બેફામ સ્કૂલનો રસ્તો બંધ કરી દેતા સોમનાથ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખે કરી પોલીસ ફરિયાદ.. - At This Time

કોડીનારમાં લુખાતત્વ થયા બેફામ સ્કૂલનો રસ્તો બંધ કરી દેતા સોમનાથ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખે કરી પોલીસ ફરિયાદ..


કોડીનાર સોમનાથ સાઈન્સ એકેડેમી સ્કૂલમાં જવાનો રસ્તો બંધ કરી દેતા કરાઈ પોલીસ ફરિયાદ.

કોડીનાર વેરાવળ બાયપાસ પાસે આવેલ સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ જવાના રસ્તા ઉપર પથ્થર ખડકલો કરી દેતા સ્કૂલ સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી.

જાણવા મળતી વિગત મુજબ કોડીનાર નેશનલ હાઇવે પાસે આવેલ સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલના જવાના રસ્તા પર ટ્રાફે ટેકટર ના સ્ટાફે રસ્તા પર પથ્થરનો ખડકલો છેલ્લા 21 દિવસથી કરી દેતા સ્કૂલ જવા માટે વાલીઓ તેમજ સ્કૂલ બસને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જ્યારે સ્કૂલના સંચાલક દ્વારા આ બાબતે ટ્રાફે ટેકટર ના સ્ટાફને મૌખિક જાણ કરાતા તેઓએ યોગ્ય જવાબ ન આપતા આખરે ના છૂટકે સોમનાથ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ કરસનભાઈ સોલંકી દ્વારા કોડીનાર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આ બાબતે અરજી નોંધાવી તેમજ આ રસ્તો વહેલી તકે ખુલ્લો કરવામાં આવે તે બાબતે ગીર સોમનાથ કલેકટર શ્રી જાડેજા સાહેબ તેમજ ગીર સોમનાથ એસ.પી જાડેજા સાહેબને નકલ મોકલીને જાણ કરવામાં આવી. કોડીનારમાં આવા લુખ્ખાગીરીઓથી સ્કૂલ સંચાલકો પણ ત્રાહિમામ થયા ખરેખર આવા લોકોને પોલીસ તંત્ર દ્વારા કાયદાનું ભાન ક્યારે કરાવશે એ હવે જોવાનું રહ્યું.

રિપોર્ટર:- માવજી વાઢેર ઉના ગીર સોમનાથ


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.