વિસાવદર-ભેંસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય ના તમામ રસ્તાઓને તાત્કાલિક પેચવકૅ કરોતેવી લેખિત રજુવાત કરત ધારાસભ્ય રીબડીયા
*વિસાવદર-ભેંસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય ના તમામ રસ્તાઓને તાત્કાલિક પેચવકૅ કરો*
*લોકોને પડતી પારાવાર મુશ્કેલીનો હલ કાઢો-હષૅદ રીબડીયા*
આજરોજ વિસાવદર ભેસાણના ધારાસભ્યશ્રી હષૅદ રીબડીયાએ પોતાના વિસ્તારના બધા જ રસ્તાઓનું વિહંગાવલોકન કરી અને પોતાના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી અને રસ્તાઓના મુદે કાયૅપાલક ઈજનેરશ્રી રાજય/પંચાયત માગૅ મકાન વિભાગ જુનાગઢને લેખિતમાં રજૂઆત કરી જેમાં રોડ રસ્તાઓ ભારે માત્રામાં વરસાદને કારણે ધોવાઈ ગયા છે તેમજ ખાડા-ખાબોચિયાને કારણે અકસ્માતોના બનાવો બનતા જાય છે.અને લોકોને વાહનવ્યવહારમાં ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે.તો તાત્કાલિક ધોરણે આ રસ્તાઓને સુઘડ બનાવવા રીપેરીંગ-પેચવકૅની જરૂરિયાત ઉભી થઈ છે.તો યુધ્ધના ધોરણે આ બાબતે જરૂરી કામગીરી કરવા રજૂઆત કરી છે.અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે ધારાસભ્યશ્રી એ સમગ્ર ગુજરાતમાં પોતાના પ્રતિનિધિત્વ હેઠળ આ વિસ્તારમાં સૌથી વધારે રસ્તાઓ મંજુર કરાવેલ છે.અને કેટલાક રસ્તાઓ તો આઝાદીના ૭૫ વર્ષમાં પ્રથમવાર મંજુર કરાવી લોકોની સમસ્યાઓનો ઉકેલ લાવ્યા છે ત્યારે હાલમાં વરસાદ ને લીધે ધોવાય ગયેલ રોડ રસ્તા ને રીપેરીંગ કરીને તાત્કાલિક ધોરણે પેચવર્ક કરવા માટે વિસાવદર ભેસાણ ના ધારાસભ્ય હર્ષદરીબડીયા દ્વારામાર્ગ અને મકાન વિભાગ ના એન્જીનીયર ને પત્ર લખીને રજુવાત કરેલ છે
રિપોર્ટરહરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.