યુવાનની હત્યા કરનાર 3 મિત્રને 10-10 વર્ષની સજા
પુનિતનગરમાં 4 વર્ષ પહેલા હત્યા થઇ હતી
કોર્ટે સાપરાધ મનુષ્યવધનો ગુનો માની 1ને દોષિત ઠેરવ્યો
પુનિતનગરમાં ચાર વર્ષ પૂર્વે થયેલી યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીને અધિક સેશન્સ જજ બી.બી.જાદવે તકસીરવાન ઠેરવ્યા છે. જેમાં શનિ રમેશ ચારોલાને આઇપીસી 304ની કલમ હેઠળ દોષિત માની 10 વર્ષની, જ્યારે સુનિલ વિનોદ સાડમિયા અને સંદીપ રણજિત ચારોલાને આઇપીસી 326ની કલમ હેઠળ 10-10 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.