[ ડભોઇ તાલુકાના ૧૪ જેટલા ગામોને હાઈ એલર્ટ ] “હેરણ અને ઢાઢર નદીમાં ઘોડાપૂર આવતા સાત જેટલા ગામો સંપર્ક વિહોણા “
રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ
ગત રાત્રીના રોજ મુશળધાર વરસાદને કારણે ડભોઇ તાલુકામાં સ્થિતિ કફોડી બની છે અને ૭ જેટલા ગામોનો સંપર્ક વિહોણા થયા છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લા અને તાલુકાઓમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ૭ જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેમાં દંગીવાડા, નારાયણપુરા, પ્રયાગપુરા, બનૈયા, બંબોજ,અમરેશ્વર, આસોગોલ સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જેમાં આસગોલ અને દંગીવાળા વિસ્તારની સ્થિતિ કફોડી બની છે. દંગીવાળા વિસ્તારમાં છાતી સમા પાણી ભરાઈ જવા પામ્યા છે. નિચાણવાળા વિસ્તારોને હાઈલાઈટ કરી દેવામાં આવ્યા છે.
હાલમાં થોડાક દિવસ અગાઉ જ જિલ્લા કલેકટર અને એસ.ડી.એમ. અને મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા આ વિસ્તારની મુલાકાત કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી આ સ્થિતિ સર્જાવા પામી છે. જે વિસ્તારોમાં પાણી ભરાયા છે. એ વિસ્તારના રહીશોની કફોડી હાલત થવા પામી છે અને તંત્ર પણ ચિંતામાં મુકાઈ જવા પામ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.