લાઠીદડની શ્રી ઉમિયા મહિલા કોલેજનો N.S.S વાર્ષિક શિબિરનો સમાપન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો - At This Time

લાઠીદડની શ્રી ઉમિયા મહિલા કોલેજનો N.S.S વાર્ષિક શિબિરનો સમાપન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ

બોટાદ તાલુકાના લાઠીદડ ખાતે આવેલ શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નો N.S.S વાર્ષિક શિબિર ના સમાપન સમારોહમાં અમારી સંસ્થાના પ્રમુખ સવજીભાઈ ભાવનગરીયા ,ઉપપ્રમુખ નાગરભાઈ થડોદા,મંત્રી ધીરુભાઈ ભુંગાણી, મનસુખભાઈ શેખલીયા,એ.ડી.ભાઈ ભાવનગરીયા ,ભદ્રાવડી પ્રાથમિકશ્રી શાળાના આચાર્ય પ્રજ્ઞેશભાઈ પંડ્યા, ભદ્રાવડી ગામના સરપંચ જીગ્નેશભાઈ કાનેટીયા, ઉપસરપંચ ધીરુભાઈ હરિયાણી, તેમજ મારુતી સ્પીનટેકસના એમ.ડી.ધીરુભાઈ કાનેટીયા તથા ભદ્રાવડી ગામના આગેવાનો હાજર રહ્યા હતા. એન. એસ .એસ.ની ખાસ વાર્ષિક શિબિરનાં સમાપન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શિબિરાર્થી બહેનો દ્વારા લોક જાગૃતિ માટેની જુદી જુદી કૃતિઓ અને નાટકો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શિ. સ. ચે. એ. ડી. ભાઈ ભાવનગરીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. તથા કોલેજના ,માધ્યમિકના, અને ઉચ્ચતર માધ્યમિકના પ્રિન્સિપાલ અને સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભદ્રાવડી ગામની મારુતિ સ્પીનટેક્સ દ્વારા શિબિરાર્થી બહેનોને બપોરનું ભોજન કરાવવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.