જસદણ તાલુકાના આટકોટ માં કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં વિના મૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાના આટકોટમાં આવેલ કે.ડી.પરવાડીયા હોસ્પિટલમાં આજે સ્વ દામજીભાઈ પરવાડીયા જૈ હોસ્પિટલ નાં મુખ્ય દાતા છે તેમનુ અવસાન સુરત મુકામે થયું આટકોટ હોસ્પિટલમાં જેની પ્રાથના સભા આયોજન કરવામાં આવ્યું હતું તેમજ હોસ્પિટલમાં આખો દિવસ ઓપીડી તેમજ લેબોરેટરી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી હતી જેમાં અંદાજે 700જેટલા દર્દીઓ લાભ લીધો હતો મુખ્ય દાતા સ્વ દામજીભાઈ પરવાડીયા નાં પુત્ર હરેશભાઈ પરવાડીયા હોસ્પિટલમાં સારવાર લેવા આવતાં તમામ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી સોનોગ્રાફી તએમજ રીપોર્ટ તમામ નિઃશુલ્ક કરવામાં આવ્યા તમામ પ્રકારના વિભાગો ઓર્થોપેડીક કાન નાક ગળા ગાયનેક તપાસ કરવામાં આવી હતી દવા પર પણ 50/ ટકાનો લાભ આપવામાં આવ્યો હતો પરવાડીયા પરીવાર દ્વારા આવો ઉમદા વિચાર કરી સેવા યજ્ઞ કરી સમાજને નવો રાહ ચીંધ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.