રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી જાહેર - At This Time

રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી જાહેર


રાજકોટમાં અનેક વિવાદો વચ્ચે અંતે નાગરિક બેંકની ચૂંટણી જાહેર થઈ છે. રાજકોટ નાગરિક બેંકની ચૂંટણી પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 21 ડિરેક્ટરોમાં બે મહિલા અનામત રહેશે. આજથી ફોર્મ ભરવાનું શરૂ થશે. અને 9 નવેમ્બરે ફોર્મ ચકાસણી, 11 નવેમ્બર સુધીમાં ફોર્મ પરત ખેંચાશે. જ્યારે 17 નવેમ્બરે મતદાન અને 19નાં પરિણામો જાહેર કરવામાં આવશે. આ નાગરિક બેંકની ચૂંટણીમાં કોણ મેદાન મારશે તે તો હવે આવનારો સમય જ બતાવશે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image