સરનામું પૂછવાના બહાને દાગીના અને રોકડની ઝોંટ મારી નાસી છૂટનાર ઈરાની ગેંગના ત્રણ શખ્સો ઝડપાયા - At This Time

સરનામું પૂછવાના બહાને દાગીના અને રોકડની ઝોંટ મારી નાસી છૂટનાર ઈરાની ગેંગના ત્રણ શખ્સો ઝડપાયા


રામનાથપરા ગરુડ ગરબી ચોક પાસેથી બંગાળી કારીગરને સરનામું પૂછવાના બહાને ઉભો રાખી તેની નજર ચૂકવી તેની પાસે રહેલ સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.1.20 લાખ ભરેલ પાકિટની ઝોંટ મારી નાસી છુટેલ ઈરાની ગેંગના પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોને બગોદરા પાસેથી તમામ મુદ્દામાલ સાથે એ. ડિવિઝન પોલીસની ટીમે દબોચી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. બનાવ અંગે રામનાથપરામાં મૂળ પશ્ચિમ બંગાળના વતની સુરજ ઇન્સાન મંડલ (ઉ.વ.27) એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા પાંચેક વર્ષથી પેલેશ રોડ ઉપર શ્રી જવેલર્સ નામની દુકાનમાં અને સોનાના કાસ્ટીંગનુ મજુરીકામ કરે છે. ગઈકાલે બપોરના એકાદ વાગ્યાના અરસામાં તે તેના બનેવી ઇસ્લામભાઇ શેખની દુકાને હતો.
ગઈકાલે વતનમા જવુ હોવાથી તેના બનેવી પાસેથી પગારના રૂ. 30 હજાર લીધેલ હતા. દરમીયાન તેના બનેવીએ કહેલ કે, તુ અત્યારે સોની બજારમાં સવજીભાઈની શેરીમા આવેલ શ્રી હરી કોમ્પલેક્ષમા આવેલ મુનીલભાઇની દુકાને જા અને ત્યાથી 20 ગ્રામ 870 મી.લી ગ્રામ કાચુ સોનુ રૂ. 90 હજાર તે સોનુ લેતો આવ જેથી તે દુકાને ગયેલ અને ત્યાંથી 20 ગ્રામ કાચુ સોનુ મુનીલભાઈ પાસેથી લીધેલ અને કાચુ સોનુ તથા રોકડા રૂ. 30 હજાર પાકીટમાં રાખી અને પાકીટ હાથમા પકડીને બપોરના દોઢેક વાગ્યાના અરસામા મુનીલભાઈની દુકાનેથી નીકળી અને ચાલીને તેમની દુકાન ખાતે જવા માટે નીકળેલ હતો.ત્યારે રામનાથપરા ગરુડ ગરબી ચોક પાસે જુમા મસ્જીદ વાળી શેરીમાં ખુણા પાસે પહોંચતા બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે બોલાવી
તેઓ એડ્રેસ પુછવા લાગેલ હોય અને વાતો કરાવવા લાગેલ હતાં. બન્ને માથી એક શખ્સે ફરિયાદીના હાથમાં રહેલ પાકીટની ઝોંટ મારીને બન્ને શખ્સો સોનાના દાગીના અને રોકડ ભરેલ કુલ રૂ.1.20 લાખના મુદ્દામાલની ઝોંટ મારી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી એ. ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરિપરાની રાહબરીમાં ટીમ હરકતમાં આવી સીસીટીવી ફૂટેજ ચેક કરતાં બે શખ્સો પાકિટની ઝોંટ મારી જ્યુબિલી નજીકથી એક ઓટો રિક્ષામાં બેસી મહાનગરપાલિકાની ઇસ્ટ ઝોન પાસે રિક્ષામાંથી ત્રણ શખ્સો નીચે ઉતરી ઇક્કો ગાડીમાં બેસી નાસી છૂટતાં જોવા મળતા પોલીસે તેનો પીછો કરી બગોદરા નજીકથી ત્રણ શખ્સોને રોકડ અને સોનાના દાગીના મળી કુલ રૂ.1.20 લાખના મુદ્દામાલ સાથે દબોચી રાજકોટ લવાયા હતાં.
પૂછપરછમાં ત્રણે આરોપીઓના નામ સાદીક ગુલામરજા અલી (ઉ.વ.24), મહમદ અસલમ નિયાઝ મહમદ જાફરી (ઉ.વ.58) અને કમ્મર અબ્બાસ મહમદ અસલમ જાફરી (ઉ.વ.28) (રહે. ત્રણેય હુસેન ટેકરી, જાવરા, રતલામ મધ્યપ્રેદેશ) જણાવ્યું હતું અને ત્રણેય શખ્સો ખંભાતથી ઇક્કો ગાડી બાંધીને ચોરીને અંજામ આપવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. વધું ચોરીના ભેદ ખોલવા આરોપીઓને રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.બનાવનો ભેદ ખોલવા એ. ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરિપરાની રાહબરીમાં પીએસઆઈ જી.એમ.વાઘેલા, એ.એસ.આઈ. ભરતસિંહ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ચરમટા, કોન્સ્ટેબલ કેતનભાઈ બોરીચા, ભગિરથસિંહ ઝાલા, સંજયભાઈ ખાખરીયા, પ્રકાશ સોલંકી અને વૈભવભાઈએ કામગીરી કરેલ હતી.
એ. ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં રામનાથપરા પાસેથી બંગાળી કારીગર પાસેથી સોનાના દાગીના અને રોકડ ભરેલ પાકિટની ઝોંટ મારી નાસી છુટેલ ઈરાની ગેંગના પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સને દબોચ્યા હતાં. જેમાં પોલીસે જણાવ્યું હતું કે, મુખ્ય સૂત્રધાર મહમદ જાફરી છે, અને તેનો પુત્ર કમ્મર જાફરી બનાવ વખતે રીક્ષા તૈયાર રાખી ઉભો રહેતો અને મહમદ જાફરી તેમજ તેની સાથેનો સાદીક રાહદારીઓને સરનામું પૂછવાના બહાને રોકી તફડંચી કરી રિક્ષામાં નાસી છુટવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવતાં હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.