જસદણમાં બે દિવસ પહેલા મળેલ બિનવારસી વૃદ્ધા સરોજબેન ને રામેશ્વર વૃદ્ધાશ્રમ ખાતે આશરો આપવામાં આવ્યો મેહુલ સંઘવી - At This Time

જસદણમાં બે દિવસ પહેલા મળેલ બિનવારસી વૃદ્ધા સરોજબેન ને રામેશ્વર વૃદ્ધાશ્રમ ખાતે આશરો આપવામાં આવ્યો મેહુલ સંઘવી


(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
જસદણના નવા ડેપો પાસે બે દિવસ પહેલા મળેલ અસક્ત ની સહાય અને બિન વારસુ વૃદ્ધા કણશતી હાલતમાં હતા. ત્યારે મહિલા અગ્રણી કિંજલબેન છાયાણી ની નજર પડતા તેઓએ તુરંત રામેશ્વર વૃદ્ધાશ્રમ ખાતે લઈ ગયેલ. ત્યારબાદ તબિયત વધુ નાજુક જણાતા નિ સ્વાર્થ સેવા સમિતિના પ્રમુખ મેહુલભાઈ સંઘવી સહિતની ટીમ દ્વારા સરકારી હોસ્પિટલમાં ખસેડેલ. ત્યારબાદ તેમના પરિવારજનોની શોધખોળ કરતા કોઈ મળેલ નહીં. આખરે માજીની તબિયત સુધરતા તેઓને રામેશ્વર વૃદ્ધાશ્રમ ખાતે મોકલવામાં આવ્યા છે. બે દિવસ પહેલાં અશક્ત બિન વારસી વૃદ્ધા સરોજબેન જોશી ની તબિયત બગડતા જસદણ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સગા સંબંધીઓને જાણ કરવા છતા કોઈ નહી આવતા આજરોજ સારવાર પૂર્ણ થતા રામેશ્વર વૃદ્ધાશ્રમના સંસ્થાપક ભરતભાઈ છાયાણી એ માવતર સમાન દરજ્જો આપી વૃદ્ધાશ્રમમાં સાચવવા માટેનો માનવતાભરી લાગણી વ્યક્ત કરતાં નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવી, હાર્દિકભાઈ મંડીર, ભરતસિંહ ગોહિલ દ્રારા સરોજબેન જોશી ને સરકારી હોસ્પિટલમાંથી વિદાય આપી રામેશ્વર વૃદ્ધાશ્રમ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. આમ રામેશ્વર વૃદ્ધાશ્રમ તથા નિ સ્વાર્થ ચેરીટેબલ ટ્રસ્ટનુ સેવાને ચો તરફ થી અભિનંદન વર્ષા થઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.