ગોધરા તાલુકાની એસ.આર.પી. પ્રાથમિક શાળા ખાતે બાળકોનું મેડિકલ ચેક અપ કરાયું - At This Time

ગોધરા તાલુકાની એસ.આર.પી. પ્રાથમિક શાળા ખાતે બાળકોનું મેડિકલ ચેક અપ કરાયું


ધનુર -ડીપ્થેરિયા,રસીકરણ,સિકલ સેલ અવેરનેસ અને આંખની તપાસનો કાર્યક્રમ યોજાયો

ગોધરા

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ગોધરા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એન.એમ ડામોરના માર્ગદર્શન હેઠળ તાલુકાની આર.બી.એસ.કે ડોક્ટર્સની ટીમ અને અર્બન હેલ્થ સેન્ટર ખાડી ફળિયાના મેડિકલ ઓફિસર તથા તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા ગોધરા તાલુકાના એસ.આર.પી પ્રાથમિક શાળાના તમામ બાળકોનું મેડિકલ ચેક અપ કરાયું હતું.ધોરણ 5માં અભ્યાસ કરતા કુલ 40 વિદ્યાર્થીઓને (TD 10) ધનુર અને ડીપ્થેરિયા રોગ સામે રક્ષણ આપતી રસીથી બાળકોને રક્ષિત કરવામાં આવ્યા હતા.આ સાથે આછું અને ઝાંખું દેખાતું હોય તેવા બાળકોના આંખની તપાસ અને સિકલ સેલ અવેરનેસ કાર્યક્રમ અન્વયે તમામ બાળકોને માહિતી,માગૅદશૅન અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.

રીપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.