પ્રાંતિજ નેશનલ હાઈવે પર આજે સવારે દલપુર ગામના બાજુ માં ઝાડ પર થી યુવાનની લટકતી લાશ મળી - At This Time

પ્રાંતિજ નેશનલ હાઈવે પર આજે સવારે દલપુર ગામના બાજુ માં ઝાડ પર થી યુવાનની લટકતી લાશ મળી


રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ

પ્રાંતિજ નેશનલ હાઈવે પર આજે સવારે દલપુર ગામના બાજુ માં ઝાડ પર થી યુવાનની લટકતી લાશ મળી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી પ્રાંતિજ નેશનલ હાઈવે પર આજે સવારે દલપુર પાસે ઝાડ પર હાપા ગામના યુવાને અગમ્ય કારણોસર ઝાડે લટકી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જેને લઈને હિંમતનગર એ-ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાંતિજના દલપુર પાસે બુધવારે હિંમતનગર તાલુકાના તાજપુરી હાપા ગામના 32 વર્ષીય હિતેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર કોઈ કારણોસર ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેને લઈને રોડ પર અવર જવર કરતા લોકોના ટોળા થયા હતા. આ અંગે 108ને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર 108 આવી હતી. ત્યાર બાદ પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હદ હિંમતનગર એ-ડિવિઝનની હોવાને લઈને એ-ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈને એ-ડિવિઝન પોલીસે સ્થળ પર પહોચીને કાર્યવાહી હાથ ધર્યા બાદ મૃતદેહને પીએમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં
ખસેડવામાં આવી હતી. આ અંગે હિંમતનગરના
હાપા ના અશ્વિનસિંહ વિજયસિંહ
પરમારને જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.