માધાપર – સાધુ વાસવાણી કુંજ રોડ પર મંદિર – મકાનોનું ડિમોલીશન
શહેરના સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.3ના માધાપર અને સાધુ વાસવાણી કુંજ રોડ પર ગેરકાયદે ખડકાઇ ગયેલા 12 મકાન, કમ્પાઉન્ડ વોલ અને મંદિરનું ધાર્મિક દબાણ આજે મહાપાલિકાની ટીપી શાખાએ દુર કરીને જમીન ખુલ્લી કરાવી છે. વોર્ડ નં.3માં વધુ એક વખત આ રીતે દબાણ ગ્રસ્ત જગ્યાઓ ખાલી કરાવવામાં આવી છે.
કમિશ્નર તુષાર સુમેરાના આદેશ મુજબ આજે ડે.કમિશ્નર એચ.આર.પટેલ અને એડી.સીટી ઇજનેર એ.એ.રાવલના માર્ગદર્શન હેઠળ ટીપી શાખાએ વોર્ડ નં.3માં ટીપી સ્કીમ અમલીકરણના ભાગરૂપે ગેરકાયદે બાંધકામ દુર કરવા આજે ડિમોલીશન કર્યુ હતું.
આ વોર્ડમાં ગત ચૂંટણી પહેલા ભળેલા માધાપરની ટીપી સ્કીમ નં. 38-1માં તાલુકા સ્કુલવાળા રોડ પર 15 મીટરના રસ્તે ગેરકાયદે બાંધકામ હટાવાયા છે. આ રોડ પર ચાર રહેણાંક મકાન અને દિવાલનું બાંધકામ થઇ ગયું હતું.
આ જ ટીપી નંબર 38-1માં ધ સ્પેસ એપાર્ટમેન્ટ પાછળ પણ 18 મીટરનો રોડ આવેલો છે. આ રોડ પર આઠ ગેરકાયદે મકાન અને કમ્પાઉન્ડ વોલ ખડકાઇ ગયા હોય તેનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું. વોર્ડ નં.3માં ટીપી-19 (રાજકોટ)ને લાગુ રેલનગરથી આગળ સાધુ વાસવાણી કુંજ રોડ પર કોર્પો.નો રહેણાંક વેંચાણનો અનામત પ્લોટ આવેલો છે.
આ 16-એના પ્લોટમાં બાપા સીતારામ મંદિરનું ધાર્મિક દબાણ થઇ ગયું હતું. જે 150 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઇ છે જે જમીનની કિંમત 45 લાખ હોવાનું ટીપી શાખાએ જણાવ્યું છે. શાંતિપૂર્ણ થયેલી આ કામગીરીમાં બાંધકામ એસ્ટેટ, રોશની, વિજીલન્સ બંદોબસ્ત સહિતનો સ્ટાફ જોડાયો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
