રાજકોટ સિવિલમાં ડાયાબિટીસ, આંચકીની દવાની અછત, સુપરિટેન્ડન્ટે કહ્યું- ક્યારેક એક-બે દિવસ આવું બને
સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દવાની અછત હોવાનું સામે આવ્યું છે. સરકારના તાબા હેઠળના જીએમએસસીએલ દ્વારા સપ્લાય ક૨વામાં આવતી સરકારી દવાનો જથ્થો જ પૂરતા પ્રમાણમાં મળતો નહીં હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ગંભીર અને સામાન્ય રોગની મોંઘી અને સસ્તી દવા અને ઈન્જેકશન મહિનાઓથી સપ્લાય ક૨વામાં આવ્યાં ન હોવાથી લાંબા સમયથી અછત સર્જાઇ છે. સિવિલને કેટલીક દવાઓ બહારથી ખરીદવાની ફરજ પડી રહી છે. જોકે, સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ વાતચીતમાં જણાવ્યું હતું કે, ક્યારેક સપ્લાય મોડી થવાથી એકાદ-બે દિવસ આવું બનતું હોય છે. પરંતુ રેગ્યુલર દવાની અછત રહેતી હોવાની વાતમાં કોઈ તથ્ય નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.