રોકેટ લોન્ચ નિષ્ફળ:સ્પેસએક્સ રોકેટ અંતરીક્ષમાં નિષ્ફળ ગયું, આકાશમાંથી 20 સેટેલાઇટ પડ્યા - At This Time

રોકેટ લોન્ચ નિષ્ફળ:સ્પેસએક્સ રોકેટ અંતરીક્ષમાં નિષ્ફળ ગયું, આકાશમાંથી 20 સેટેલાઇટ પડ્યા


સ્પેસએક્સ કંપનીના 20 સ્ટારલિન્ક ઉપગ્રહ લોન્ચ થયા પછી આકાશમાંથી જમીન પર પછડાયા હતા પરંતુ ધરતી પર આવતાં પહેલાં જ વાયુમંડળમાં બળીને ભસ્મ થઈ ગયા. રોકેટની નિષ્ફળતાનું કારણ જાણવા નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે પરંતુ રોકેટમાં કોઈ મુશ્કેલી સર્જાઈ હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. જ્યાં સુધી સ્પેસએક્સ ફાલ્કન-9 રોકેટની તપાસ ન કરે ત્યાં સુધી આ રોકેટથી નવું લોન્ચિંગ નહીં કરવામાં આવે. કૅલિફોર્નિયાના વાંડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝથી ફાલ્કન-9 રોકેટથી સ્ટારલિન્ક ઉપગ્રહોનું લોન્ચિંગ 10 જુલાઈએ થવાનું હતું પરંતુ કોઈ કારણસર 11 જુલાઈએ કરાયું હતું. લોન્ચિંગની શરૂઆત સારી હતી. રોકેટ પહેલા તબક્કામાં યોગ્ય રીતે આગળ વધ્યું. બીજા તબક્કામાં ઉપગ્રહો લદાયેલા હતા. પહેલા તબક્કામાં કામ કરીને પ્રશાંત મહાસાગરમાં ફ્લોટિંગ બઝ પર પરત ફર્યું પરંતુ બીજા તબક્કામાં એન્જિન ચાલુ ન થયું. પ્રવાહી ઑક્સિજન લીક થયો હોવાનું કહેવાયું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.