બોટાદમાં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી માટે કાર્યરત જિલ્લા ટાસ્કફોર્સ કમિટીએ બાળશ્રમિકને મુક્ત કરાવ્યો
બોટાદમાં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી માટે કાર્યરત જિલ્લા ટાસ્કફોર્સ કમિટીએ બાળશ્રમિકને મુક્ત કરાવ્યો
સરકારી શ્રમ અધિકારી,બોટાદ દ્વારા સંસ્થાના માલિક સામે આગળની કાયદેસરની કાર્યવાહી
બોટાદ જિલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટી કાર્યરત છે. આ કમિટી દ્વારા લાઠીદડથી કારીયાણી રોડ તરફના રસ્તે રેડ પાડતા એક બાળ શ્રમિક કામ કરતો મળી આવ્યો હતો. જિલ્લા ટાસ્કફોર્સ સમિતિના સભ્યો દ્વારા પ્રાથમિક પૂછપરછ દરમિયાન બાળ શ્રમયોગી હોવાનું જણાતા તે બાળકને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી તાત્કાલિક જિલ્લા બાળ કલ્યાણ સમિતી, બોટાદને સોંપવામાં આવ્યો હતો. તેમજ સરકારી શ્રમ અધિકારી,બોટાદ દ્વારા સંસ્થાના માલિક સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કામગીરીમાં બોટાદ જિલ્લાની મદદનીશ શ્રમ આયુક્ત કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, બોટાદ ચાઈલ્ડ હેલ્પલાઈન તથા બોટાદ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ સહિતની કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.