રાજકોટના કલેકટર પ્રભવ જોષી શાળા, કોલેજોની આસપાસ તમાકુ, સિગારેટ, ડ્રગ્સનું વેચાણ રોકો
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે મળેલી નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં શાળા-કોલેજોની આસપાસ તમાકુ-સિગારેટ અને ડ્રગ્સનું વેંચાણ રોકવા માટે કલેકટર પ્રભવ જોશી દ્વારા આદેશ કરાયો હતો.તેની સાથોસાથ ડ્રગ્સના દુષણને નાથવા યુવાનો પણ જાગૃતિ કેળવવા પર ભાર મૂકાયો હતો.આ સાથે જાગૃતિ ઝુંબેશ વધારવા પણ તાકીદ કરવામાં આવી હતી.જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ કે ડ્રગ્સનું વેચાણ ન જ થવું જોઈએ. તેમણે આવા વિતરકો પર દરોડા વધારવા સૂચના આપી હતી. ડ્રગ્સના દૂષણને સમાજમાંથી નાબૂદ કરવા સરકારશ્રી પણ ખાસ ભાર મુકી રહી છે, ત્યારે લોકોમાં તેમજ યુવાનોમાં વધુ જાગૃતિ લાવવા માટે નશાબંધી ખાતાને જનજાગૃતિ ઝુંબેશનું પ્રમાણ વધારવા તેમણે જણાવ્યું હતું
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
