તલોદ… નગર માં રેલવે ઓવરબ્રિજ નું કામ હાલ ટલ્લે ચડતા વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકો અને સ્થાનિક લોકો પરેશાન
(રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ)
તલોદ... નગર માં રેલવે ઓવરબ્રિજ નું કામ હાલ ટલ્લે ચડતા વરસાદી પાણી ભરાતાં વાહન ચાલકો અને સ્થાનિક લોકો પરેશાન
તલોદ માર્કેટ યાર્ડ વેપારી એસોસીયન્સ, કરિયાણા વેપારી એસોસિયન્સ અને કાપડ મહાજન એસોસિયન્સ દ્વારા મામલતદારને લેખિતમાં આવેદનપત્ર સુપ્રત કર્યું
પશુ દવાખાના થી ટાવર માર્કેટ યાર્ડ મેન બજાર હોસ્પિટલ તેમજ સ્કૂલમાં જવા માટે તેમજ તલોદ માર્કેટ યાર્ડમાં બહારથી માલ લઇ આવતા ખેડૂતોને ધણી મુશ્કેલ થી પહોંચવું પડતું હોય છે
તલોદ નગર માં ફાટકમુક્ત અભિયાન અંતર્ગત ચાલતા રેલવે ઓવરબ્રિજના કામમાં છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઇ ગયા છે
રેલવે ઓવરબ્રિજની બંને તરફનો સર્વિસ રોડ બનાવવામાં ન આવતા ઉખડ બખડ અને મસ મોટા ભુવા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયુ છે જેના કારણે તાજેતરમાં પડેલા ત્રણ ઈંચ જેટલા વરસાદને લીધે વરસાદી પાણીનો ભરાવો થતા ઓવરબ્રિજની આસપાસ થી પસાર થતા વાહન ચાલકો ભુવાઓમાં પટકાતા અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે.
આજે બપોરે શહેરના ટાવર વિસ્તારમાં ભરાઇ રહેલા વરસાદી પાણીમાં ટેકટરની ટ્રોલી પલટી ખાઇ જતા અનાજ બગડવાથી ખેડૂતને આર્થિક મોટું નુકસાન થવા પામ્યું હતું.
તલોદ ખાતે નિર્માણ થતા રેલવે ઓવરબ્રિજની બંને તરફ પાકો સર્વિસ રોડ બનાવવામાં આવે તેને લઈને આજે તલોદ માર્કેટ યાર્ડના વેપારી એસોસિયન્સ ના પ્રમુખ અતુલભાઇ શાહ તલોદ માર્કેટ યાર્ડના વેપારી એસોસિયેશન ના સેક્રેટરી કપિલભાઈ શાહ તેમજ તલોદ માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ સાથે કરિયાણા એસોસિયન કાપડ મહાજન મળી લેખિતમાં તલોદ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.